તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોઇડામાં મળેલી નેશનલ યુથ સમિટમાં આણંદે ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પેશ્યલ ઓલિમ્પિકસ ભારત દ્વારા નેશનલ યુથ સમિટનું આયોજન નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીમાં કરાયું હતું. જેમાં સામાન્ય યુવકો તથા સ્પેશ્યલ એથ્લીટ યુથ લીડર તરીકે જોડાયા હતા. સ્પેશિયલ ઓલિમ્પિકસ ગુજરાત તરફથી આણંદ જિલ્લામાં યુનિફાઈડ સ્પોર્ટસની પ્રવૃતિનું આયોજન કરનાર તથા ભાગ લેનારી વિવિધ શાળા કોલેજમાંથી 14 યુથ લીડર તથા કો-ઓર્ડિનેટરે સ્પેશિયલ ઓલિમ્પિકસ ભારત દ્વારા આયોજિત નેશનલ યુથ સમિટમાં ભાગ લીધો હતો.

સ્પેશિયલ ઓલિમ્પિકસ યુનિફાઈડ સ્પોર્ટસ પ્રોગ્રામમાં આણંદ જિલ્લાની ગુરૂકૃપા નિવાસી વિશિષ્ટ શાળા, પિન્ટોસ સ્કુલ (બાકરોલ), વી એન્ડ સી પટેલ ઈંગ્લિશ સ્કુલ, કે.એમ. પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (કરમસદ), મિત્ર સ્કુલ (મોગરી) તથા શ્રી મહાદેવ એજ્યુકેશન ટ્રસ્ટ (સુરત) સંસ્થાઓ કાર્યરત છે. આ સમિટમાં મિત્ર સ્કુલ મોગરી, આણંદ તથા શ્રી મહાદેવ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરતને યુનિફાઈડ સ્પોર્ટસ સ્કુલનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. જ્યારે પિન્ટોસ સ્કુલ, બાકરોલ, આણંદને યુનિફાઈડ ચેમ્પિયન સ્કુલનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. અંત્તિમ દિવસે એવોર્ડ માટે પસંદગી પામેલી શાળા-કોલેજને ઈએસપીએન યુનિફાઈડ ચેમ્પિયન સ્કુલ ડિસ્ટીંક્શન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...