આણંદ | વિઠ્ઠલઉદ્યોગનગર સ્થિત ફાઇનકાસ્ટ ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર ઉદ્યોગપતિ નલિનભાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વિઠ્ઠલઉદ્યોગનગર સ્થિત ફાઇનકાસ્ટ ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર ઉદ્યોગપતિ નલિનભાઈ એચ. શાહ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે પોતાની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવે છે. તેઓ પોતાની વર્ષગાંઠના દિવસે છેલ્લા પાંચ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. દર વર્ષે 100 ઉપરાંત રક્તદાતાઓ રક્તદાન કરે છે. તાજેતરમાં તેમની વર્ષગાંઠ નિમિત્તે નલિનભાઈ એચ. શાહે પ્રગતિમંડળમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં સર્વ ભીખુભાઈ પટેલ (ચેરમેન, ચારુતર વિદ્યામંડળ), એસ. જી. પટેલ તથા વલ્લભવિદ્યાનગર પંચાયતના સરપંચ અને કાઉન્સીલ સભ્યોએ તથા જૈનસંઘના શ્રેષ્ઠીઓએ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...