આણંદ પાલિકા રખડતા ઢોરને પકડવા માટે કોન્ટ્રાકટ અાપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ નગર પાલિકાના સુત્રોનાજણાવ્યાં પ્રમાણે પાંજરુ લઇને નીક‌ળેલા ટ્રેકટરના ફેરામાં વધુમાં વધુ છ ઢોર પકડી શકાય છે. દિવસમાં બે થી વધુ ફેરાકરી શકતા નથી. જો આણંદ શહેર સિવાય ઢોરને મૂકવા માટે અજરપુરા ગૌ શાળા જવાનું હોયતો દિવસમાં માત્ર એક જ ફેરો અથવા તો તે દિવસે એકપણ ઢોર પકડી શકાતુ નથી. પાંચ રોજમદાર મજૂર અને એક આણંદ નગરપા લિકાનો ઢોર ડબાના અધિકારીનો સ્ટાફ છે.આટલા ઓછા સાધનો અને સાવ નજીવા સ્ટાફના સહારે આણંદમાંથી રખડતાં ઢોરના ત્રાસ સામે ઝઝુમવું અઘરું છે. આથી આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકજવાની ઝુંબેશ પુન: શરૂ કરવામાં આવી છે. જેમાં એક સપ્તાહમાં કુલ 31 ઢોરને પકડી પાડવામાં આવ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પકડેલા ઢોર સૌ પ્રથમ ગણેશ ચોકડી પાસે આવેલા આણંદ નગરપાલિકાના ઢોર ડબામાં રાખવામાં આવે છે. જો ત્યાંથી તે ઢોરને ન છોડવી જાય તો અજરપુરા ગૌશાળામાં મોકલી આપવામાં આવે છે. હાલ 12 ઢોરને અજરપુરા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યાં છે.

સાધનો, સ્ટાફના અભાવે કામગીરી પર અસર


એક સપ્તાહમાં 31 રખડતાં પશુઓ પકડાયા

અન્ય સમાચારો પણ છે...