તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ જિલ્લાને 5 નવી ખીલખીલાટ વાન અર્પણ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કુલ 147 નવી ખીલખીલાટ વાન ફાળવવામાં આવી છે. જે અંતર્ગત 5 નવી ખીલખીલાટ વાન આણંદ જિલ્લામાં આપવામાં આવી છે. આમ કુલ મળીને 16 ખીલખીલાટ વાન આણંદ જિલ્લામાં કાર્યરત છે. આણંદ જિલ્લામાં પેટલાદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સારસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાન ફાળવવામાં આવી હતી. જેનું ખીલખીલાટના લાભાર્થી તથા હોસ્પિટલના અધિક્ષકની હાજરીમાં રિબન કાપી લોકાર્પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...