આણંદમાં પ્લોટ અપાવવાના બહાને 10.23 લાખની ઠગાઇ

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:06 AM IST
Anand News - anand cheated 1023 lakhs for plotting a plot 020600
સંતાનના સારા અભ્યાસ માટે આણંદમાં સ્થાયી થવા ઈચ્છતા પોસ્ટમેન સાથે ચાર શખ્સોએ પ્લોટ આપવાના બ્હાને રૂા. 10.23 લાખની છેતરપિંડી આચરતા બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોરસદમાં વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા જયંતીભાઈ દેવાભાઈ વણકર બોરસદ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન છે. તેમને સબંધી અને આણંદ રહેતા જશવંત ડાહ્યાભાઈ પરમારને પ્લોટ માટે વાત કરતાં તેમણે વર્ષ-2017માં આણંદ સેંટ ઝેવિયર્સ સ્કુલની પાછળ ડ્રીમલેન્ડ સોસાયટીમાં 10 લાખ રૂપિયાનો એક પ્લોટ બતાવ્યો હત. જે આણંદ શાંતિકુંજ સોસાયટીમાં રહેતા મનહરભાઈ પટેલનો હતો. જેના ટોકન પેટે રૂા. 10 હજાર જશવંતભાઈને આપી બધી રકમ ચૂકવાઇ ગયા બાદ દસ્તાવેજ બનાવી આપવાનું કહ્યું હતું. પહેલી ફેબ્રુઆરીથી, પાંચમી નવેમ્બર, 2017 સુધીમાં જયંતીભાઈએ મનહરભાઈ અને તેમના પુત્ર હરમીતભાઈ પટેલને રોકડા તેમજ ચેકથી નાણાં આપી દસ્તાવેજ કરી આપવા જણાવ્યુ હતું. પરંતુ તે ન આપતા જયંતિભાઈએ મનહરભાઈને ઘરે ગયા હતાં. તો તેમણે ધમકી આપી હતી. બીજી તરફ જશવંતભાઈએ રૂા. 5 લાખના બે

..અનુસંધાન પાનાનં. 3

X
Anand News - anand cheated 1023 lakhs for plotting a plot 020600
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી