તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ કેટરર્સ એસોસિયેશને કેટરર્સ ડેની ઉજવણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ડિસ્ટ્રીકટ કેટર્સ એસોસિએશન દ્વારા આયોજીત અને ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશન પ્રેરણાથી કેટરર્સ ડે ઉજવણી કરમસદ ખાતે કરાઈ હતી. આ પ્રસંગે સ્વાતંત્ર સેનાની બહુમાન વૃક્ષારોપણ જેમાં 1500થી પણ વધારે વૃક્ષા રોપાયા હતા.

બીએપીએસ, સ્વામીનારાયણ મંદિરના જ્ઞાનવત્સવ સ્વામીના દ્વારા કેટરર્સને પ્રગતી, પુરુષાર્થ અને હેલ્થી કોમ્પીટીશન અને સારી હોસ્પીટાલીટીનું સમજ આપવામાં આવી હતી. આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામી, કોઠારી રાજકોટ મંદિર બ્રર્તાથ સ્વામી અને અમદાવાદ, વડોદરા, વિદ્યાનગર મંદિરના તમામ ભંડારી સંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે નરેન્દ્ર સોમાણી, કીરીટભાઈ તથા દીપકભાઈ સંઘવી, નીતીનકુમાર પટેલ, વસંતભાઈ રાવલ, સંતરામ કેટરર્સ (ઉપપ્રમુખ) જીગરભાઈ શેઠ, જયેશભાઈ રાણા, નિલેશભાઈ પુરોહિત, વિપુલભાઈ પટેલ, દિનેશભાઈ પુરોહિત, જયદિપભાઈ, કીરીટભાઈ, રજનીભાઇ તમામ સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...