આણંદમાં 60 દબાણો હટાવાયા લારી-ગલ્લાવાળાઓમાં ફફડાટ

બેઠક મંદિર,વહેરાઇમાતા રોડ- વિદ્યાનગર રોડ પર ઝૂંબેશ ફૂટપાથ પર મુકેલો માલસમાન ઉઠાવી લઇ કબજે લેવાયો

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:02 AM
Anand News - anand blasts 60 pressures in anand 020250
આણંદ પાલિકા દ્વારા સોમવાર સવારે લાંબાસમય બાદ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ અગાઉ નોટીસ પાઠવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું તેમ છતાં દબાણ ન હટતા પાલિકાએ પોલીસ સાથે મળી 60થી વધુ દબાણો દૂર કર્યા.

આણંદ નગરપાલિકા દ્વારા સોમવારે પોલીસ સાથે રાખીને બેઠક મંદિર, વ્હેરાઇ માતા વિસ્તાર, ટાઉન હોલ અને વિદ્યાનગર રોડ પર 60 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. વ્હેરાઇ માતા વિસ્તારમાં દબાણો હટાવવા માટે ટીમ પહોચી ત્યારે લારી વાળાઓમાં નાસભાગ મચી ગઇ હતી. તેમજ વેપારીઓ દ્વારા ફૂટ પાથ પર મૂકવામાં આવેલ માલ સામાન પણ પાલિકાની ટીમે કબ્જે લીધો હતાે. તેના કારણે કેટલીક જગ્યાએ પાલિકા કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પર હાથ ધરાશે

આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડાઅે જણાવ્યું હતું કે, દબાણકર્તાઓને સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટીસ પાઠવામાં આવી હતી.પરંતુ દબાણો જાતે ન હટાવતાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

X
Anand News - anand blasts 60 pressures in anand 020250
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App