આણંદમાં બહેનને મેસેજ કરનારને ઠપકો આપનાર 2 ભાઈ પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના પરીખ ભુવનમાં આવેલી ઉદય સોસાયટીમાં સચીન આલોઈશ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. રવિવાર બપોરે તેઓ કાકાના પુત્ર અર્પણ વિનોદ પરમારને લઈને દીપનભાઈનું બાઈક લઈને બપોરના બે વાગે બાકરોલથી આણંદ મહેન્દ્ર શાહની હોિસ્પટલ પાસે આવ્યા હતા. પંકજ પરમાર વડાપાઉંની લારી ચલાવે છે. આ પંકજ સચીનની બહેનને છેલ્લા 8 દિવસથી સતત મેસેજ કરતો હોય બંને જણાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારે તેણે કહ્યું હું નથી કરતો પરંતુ જે મેસેજ કરે છે. તેને બોલાવું છું તેમ કહી તેણે ફોન કરી બે માણસોને બોલાવ્યા હતા. જેમાંથી એક પંકજનો પક્ષ લઈ સચીન અને અર્પણ સાથે ઝઘડવા લાગ્યો હતો. આ દરમિયાન એક 22 વર્ષના યુવાને લાકડી લઈ સચીનને મારી હતી. જેથી અર્પણ તેને છોડાવવા પડ્યો હતો. ત્યારે તેણે પણ લાકડીથી માર માર્યો હતો. આ દરમિયાન અજાણ્યો યુવાન શેરડી કાપવાનો છરો લઈને આવ્યો હતો. તેણે આ છરો સચીનને કપાળ ઉપર મારી દીધો હતો તથા અર્પણભાઈના હાથ ઉપર છરો માર્યો હતો. જેના કારણે બંને જણા લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને બુમો પાડી હતી. જેથી અન્ય લોકોએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા અને દત્તુ હોિસ્પટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...