તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠની પ્રા. શાળા પરવટામાં ઝીરો વર્ગનો શુભારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળા પરવટામાં ઝીરો વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવવું ગમે અને ભણવું ગમે તેવું વાતાવરણ તૈયાર કરી પ્રા. શાળા પરવટામાં ઝીરો વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. ધો-1 માં કુલ નામાંકન થયેલ 24 બાળકોએ પ્રવેશ મેળવ્યો.

આ પ્રસંગે ગામ નાં સરપંચ સવિતાબેન મનહરભાઈ જાદવ, એસ.એમ.સી. અધ્યક્ષ રમેશભાઈ રાઠોડ, એસ એમ સી સભ્યો, સી આર સી ગૌતમભાઈ પટેલ, તલાટી કમ મંત્રી ગજેંદ્રભાઈ બોડાણા,બી. આર. પી. પ્રજ્ઞા નટુભાઈ, વર્ગ સંચાલક નીલમબેન મેક્વાન આચાર્ય, શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. બાળકોને કુમકુમ તિલક કર્યા બાદ શાળામાં આવકાર્યા હતાં. શાળા તરફથી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. શાળાનાં આચાર્ય બળવંતભાઈ ભોઇએ આ શૈક્ષણિક યજ્ઞમાં સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબજ જહેમત ઉઠાવી હતી.

શાળાનાં આ નવતર પ્રયાસને વધાવી બાળકોનાં નામાંકન સંદર્ભે તાલુકામાં નવો ચીલો ચાતરી અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતા ચૌધરી, ઉમરેઠ તા. પ્રાથમિક શિક્ષણાધિકારી આર આર સોલંકી, ઉમરેઠ બીટ નિરીક્ષક જયેશભાઈ પટેલ તથા બી આર સી ધર્મેન્દ્રભાઈ પટેલે શાળાને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...