તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં સોમવાર બપોરે નવા બસ સ્ટેશન પાછળ આવેલા અંબિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદમાં સોમવાર બપોરે નવા બસ સ્ટેશન પાછળ આવેલા અંબિકા ચોક વિસ્તારમાં તોફાને ચઢેલી ગાયે એક વૃધ્ધા સહિત 5 લોકોને શિંગડે ચઢાવતા વૃદ્ધાને બેભાન થઇ ગયા હતા. જેમને સારવાર માટે ખસેડાતા માથામાં 5 ટાંકા લેવા પડયા હતા.જયારે અન્ય ચાર વ્યકિતઓને વધતી ઓછી ઇજાઓ થઇ હતી.

આણંદના અંબિકા ચોકમાં રહેતા જમનાબેન વાલચંદ ખુહા(ઉ.વ.65) સવારે ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા. બપોરના એક વાગ્યાના અરસામાં મંદિરેથી પરત ફરી રહ્યાં હતા ત્યારે પાછળથી આવતી ગાયે ચાર વ્યકિતઓને ટકકર મારીને આગળ જતાં જમનાબેનને પાછળથી શિંગડે ચઢાવીને રોડ પર પટકાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...