તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલ્યુમ્ની એસો. ઓફ SPU અને SPU એલ્યુમ્ની USAની ગ્લોબલ મીટ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટી ગીત ધન્ય વલ્લભપીઠના જે શબ્દ છે તે શબ્દે જ આપણને સહુને અહીં એકઠાં કર્યા છે. વિશ્વના નકશામાં આપણને સહુને જોડવા માટે શબ્દ કટીબદ્ધ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અહીં મારે કહેવું પડશે કે મારા સર્વાંગી વિકાસમાં શિક્ષણે ખૂબ મોટો ફાળો ભજવ્યો છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા એ વર્ષોને હું કેવી રીતે ભૂલી શકું, એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને પૂર્વ વિદ્યાર્થી ડૉ. નીતિન પેથાણીએ સરદાર પટેલ યુનિવર્સિટી અને ચારૂતર વિદ્યામંડળના સંયુક્ત ઉપક્રમે એલ્યુમ્ની એસોસિયેશન ઓફ એસપીયુ અને એસપીયુ એલ્યુમ્ની યુએસએની ગ્લોબલ મીટમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં વાત કરતા ઉમેર્યું હતું કે, અત્યારે હું અહીં હાજર છું તેનો મને આનંદ છે. મારા ગુરૂ પ્રમોદકુમારસાહેબ, જે. બી. પટેલ, જે.સી. પટેલ, મણિલાલ પટેલ સાથેના એ સંસ્મરણો આજે તાજા થઈ ગયા છે. હું તેમનું ઋણ અદા કરી રહ્યો છું. આ એલ્યુમ્ની એસોસિયેશન થકી 30 વર્ષ પૂર્વે અહીં ગર્વનર હાથે અહીં આપેલી ડિગ્રીની યાદ તાજી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીને આર્થિક મદદ જોઈતી હોય તો તે માટે ગ્લોબલ મીટ હમેશા તત્પર રહેશે. બીજી તરફ યુએસએમાં એસપીયુ એલ્યુમ્ની શરૂઆત કરનારા સી.ઝેડ પટેલે જણાવ્યું હતું કે, આજે આપણે અહીં ભેગા મળ્યા છે તે આપણી સફળતા છે. અહીં આવેલા સૌનો આભાર માનું છું અને આગામી સમયમાં પણ આ રીતે મળતાં રહીએ તેનો મને આનંદ હશે. યુએસએના એસપીયુ એલ્યુમ્ની એસોસિયેશનની સ્થાપના કેવી રીતે થઈ એ જણાવી તેના ઉપક્રમે થયેલી પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો હતો.

કાર્યક્રમમાં દેશ-વિદેશના પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો