આંકલાવ APMCના તમામ 14 ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા

કોંગ્રેસ પ્રેરિત પેનલ સતત ચોથી વખત બિનહરીફ જીતી સોમવારે એક ઉમેદવારે ફોર્મ પાછો ખેચી લીધું હતું

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:03 AM
Anklav News - all 14 directors of the clerical apmc are elected unopposed 020259
આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત 14 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છેલ્લા ચાર ટર્મથી આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ પેરીત પેનલનો કબજો રહ્યો છે જેમાં તમામે તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.જેમાં આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાતે રસ લઇને પેનલ બિનહરીફ ચૂંટાય તે માટે પ્રયાસ કર્યા હતા.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આંકલાવની સામાન્ય ચૂંટણી માટે કુલ પંદર ફોર્મ ભરાયા હતા તેમાંથી આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે એક ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેચી લેતા બજાર સમિતિને સૌ સભ્યોની આખી આખી બોડી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાઇ હતી તેમા ખેડૂત વિભાગના કુલ આઠ ફોર્મ તેમજ સહકારી ખરીદ વેચાણ મત વિભાગના કુલ બે જ્યારે વેપારી મત વિભાગના ભરાયેલા કુલ પાંચ ઉમેદવારે પત્રોમાંથી કનુભાઇ દીપસગરાજ પોતાની ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં બજાર સમિતિના કુલ સૌ સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે

X
Anklav News - all 14 directors of the clerical apmc are elected unopposed 020259
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App