તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરમતીની મ્યુનિ.ની આરતી સામે ગ્યાસપુર પાસે મહા પશ્ચાતાપ આરતી ઉતારાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | દર મહિનાની સુદ બીજના દિવસે જમાલપુર બ્રિજ પાસે કોર્પોરેશન દ્વારા સાબમરતી નદીની આરતી ઉતારાય છે. બીજી તરફ સાબરમતીનું ઋણ ચૂકવવા માટે સ્વચ્છ સાબરમતી અભિયાન દ્વારા મંગળવારે મહા પ્રશ્ચાતાપ આરતીનું આયોજન કરાયું છે.

કેમિકલ અને ગટરના પાણી નદીમાં ઠલવાતા હોવાથી માફી માટે જાહેર આરતીનો કાર્યક્રમ
આ આરતી કરીને સત્તાધીશોને સદબુદ્ધિની સાથે માફી આરતી તરીકે ગણાવવામાં આવી રહી છે. આ આરતી શાસ્ત્રીબ્રિજના છેડે, ગ્યાસપુર ગામ પાટિયા પાસે મંગળવારે સાંજે 6-30 કલાકે ઉતારવામાં આવશે.

સ્વચ્છ સાબરમતી અભિયાનના અગ્રણી જતીન શેઠે જણાવ્યું છે કે, સાબરમતીની સર્જાયેલી સ્થિતિ અંગે અમે 2થી 8 ડિસેમ્બર-18 સુધી ગ્યાસપુર ગામથી લઈને ખંભાતના અખાત સુધીના વિસ્તારમાં પદયાત્રા કરી નદીના કાંઠે આવેલા કુલ 45 ગામનો સંપર્ક કરી તેમને અમદાવાદના ઉદ્યોગોના કેમિકલયુક્ત અને ગટરના પાણીના કારણે ભોગવવી પડતી તકલીફોથી વાકેફ થવા પ્રયત્ન કર્યો હતો. આ અંગે મુખ્યમંત્રી સહિત રાજ્યના 182 ધારાસભ્યને પત્ર લખ્યો હતો.

જ્યારે અભિયાનના અગ્રણી સંતોષ રાઠોડે જણાવ્યુ કે, શહેરમાંથી દરરોજ ગટરનું ગંદું પાણી તથા કેમિકલયુક્ત પાણી વાસણા બેરેજ પછી છોડવામાં આવે છે. અમદાવાદ શહેરના સુજ્ઞ નગરજનો આ ગંભીર સમસ્યાથી વાકેફ થાય અને સરકાર દ્વારા સમસ્યાનો અંત લાવવા નક્કર પગલા ભરવામાં આવે. અને નદીમાં ફરીથી શુદ્ધ જળ વહેવા લાગે તેવી માંગણી છે.

બે દીકરીની આરતી ઉતારાશે
સાબરમતી નદીના પ્રતીકરૂપે બે દીકરીઓને ઊભી રાખીને તેમની આરતી ઉતારીને નદીમાં ફરીથી નિર્મળ જળ વહેવા લાગે અને ચોખ્ખી રાખવા માટેના ખંતપૂર્વક પ્રયત્ન થાય તે માટે સત્તાધીશોને સદબુદ્ધિ આપે તે માટેનો સંકલ્પ કરાશે. આ મહાઆરતીમાં સૌ કોઇને ઘરેથી દીવો અથવા મીણબત્તી લઇને આવવા માટે અભિયાન દ્વારા વિનંતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...