તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દીકરીનાં લગ્નનું જમણ આરોગ્યા બાદ 2 હજાર મહેમાન બીમાર થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ, કરમસદ, આંકલાવ તથા આણંદ શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
બોરસદના નાપા વાટાં ગામે રહેતા ઇન્દુભા ગેમલસિંહ રાણાના પુત્રની જાન આણંદ તાલુકાના નાપાડ ગામે રહેતા જલાલભાઇ રાઠોડના ઘરે ગઇ હતી.બપોરે લગ્ન વિધી પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં ગામના તથા જાનૈયાઓ મળી 6000થી વધુ માણસોએ જમણવારમાં મોહનથાળ, ગાજરનો હલવો, નાયલોનના ખમણ, પુરી, રીગણં બટાકા અને છોલે ચણાંનું શાક, ફુલવડી, દાળભાતનું ભોજન કર્યુ હતું. જેમાં ગાજરનો હલવો ખાવાથી ફૂડપોઇઝનીંગની અસર થઇ હોવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

રવિવારે બપોરે 3 વાગ્યાબાદ નાપા-વાંટા ખાતે જાન પરત ફરી હતી.સાંજના 5 વાગ્યાના અરસામાં જાનમાં ગયેલા કેટલાક લોકોને અચાનક પેટમાં ગરબડ સાથે દુ:ખાવો શરૂ થઇ ગયો હતાે. અને ઝાડા-ઉલટી પણ શરૂ થઇ ગયાં હતાં. જોત જોતમાં ગામના 200થી વધુ લોકો ફૂડપોઇઝીનીંગની અસર જોવા મળી હતી. હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે.

તેમ છતાં પી.એચ.સીના હેલ્થ વર્કર ઇમતીયાઝબાનું ઠાકોરને આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બોરસદ, આંકલાવ, આણંદ અને કરમસદની હોસ્પિટલ ખાતે મોકલીઆપ્યાં હતાં. આણંદ તાલુકાના નાપાડ ગામે પણ 1300, નાપાવાંટા ગામે 550 અને નવસારીના 150થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઇઝનીંગની અસર થઇ હોવાથી આરોગ્ય વિભાગે બંને ગામોમાં પોતાની ટીમો ઉતારી દઇ તાત્કાલિત સારવાર શરૂ કરી દીધી છે.

હોસ્પિ.બહાર પણ સારવાર
બોરસદના નાપા વાટાં ગામે બે સ્થાનેથી જાન આવી હતી. બપોરે ગાજરનો હલવો ખાવાથી લોકોને પેટમાં દુ:ખાવો શરૂ થતાં તાત્કાલીક આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તો કેટલીક હોસ્પિટલમાં દર્દીઓના એકાએક ઘસારાથી વોર્ડ ખૂટી પડતા બહાર જ બોટલ ચઢાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો