તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં 5 વર્ષ પછી ઉત્તરાયણે પવન ભાર દોરીએ, આકાશમાં જામશે પતંગોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન ન હોવાથી લોકો પતંગના ઠુણકા મારી કંટાળી જતાં હોય છે. પરંતુ આ વર્ષે પતંગ રસીયા માટે ખુશી સમાચાર છે કે, બંને દિવસ 10 થી 15 કિમી ના ઝડપે સવારના 8 કલાકથી સાંજના 7 કલાક સુધી પવન ફૂંકાશે દિવસ દરમિયાન સરેરાશ 8 કિમીનો પવન ફૂંકાવવાની સંભાવના આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના મંજુષાબેને વ્યક્ત કરી હતી. આ વર્ષે આકાશી પતંગની મોજ સાથે વાનગીઓની લીજ્જત માણવાનો બેવડો આનંદ મળશે.

રવિવારે સવારથી જ પતંગ ખરીદી માટે ભીડ જામી હતી.

પવનની ગતિ પ્રમાણે કેટલી સાઇઝ સુધીની પતંગ કેટલા તારના દોરાથી ઉડાડી શકાશે?
3 થી 4 કિમીની ઝડપ : 27 સે.મી થી 30 સે.મીની સાઇઝની પતંગો 6 તારના દોરાથી.

4 થી 10 કિમીની ઝડપ : 34 સે.મી થી42 સે.મીની સાઇઝની પતંગો 9તારની માંજાથી.

10 થી 15 કિમીની ઝડપ : 42 સે.મીથી 72 સે.મીના પંતગો 12 તારથી 16 તારના માંજાથી

20 કિમીથી વધુ ઝડપ : 96 સે.મી સાઇઝના પતંગ 24 તારના માંજાથી ઉડાડી શકાય છે.

ખંભાતમાં છેલ્લા 6 દાયકાથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા અને વિવિધ સાઇઝની પતંગો તૈયાર કરવામાં માહિર તેવા રમેશચંદ્વ છોટાલાલ ચુનારાએ ઉપરોક્ત માહિતી પુરી પાડી છે.

આંગળાં ન કપાય તે માટે કેવી સાવચેતી રાખવી
10 કિમીની વધુની ઝડપે પવન વધુ ફૂંકાય ત્યારે પતંગોમાં આર પાર પવન જાય તે રીતના નાની સાઇઝના કાણા પાડવા જેથી આગળાં પર ઘસરકા અટકાવી શકાય છે. દિપકભાઇ ચુનારા

અન્ય સમાચારો પણ છે...