Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવ્યાંગ ક્ષેત્રે સંસ્થાઓના શિક્ષકોનોે વર્કશોપ યોજાયો
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાની દિવ્યાંગ કલ્યાણ તથા બાળ કલ્યાણક્ષેત્રે કાર્યરત સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના સ્ટાફ તથા દિવ્યાંગ રિસોર્સ શિક્ષકો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ વર્કશોપમાં જિલ્લા સમાજસુરક્ષા અધિકારી શ્રી એસ.એમ. વ્હોરાએ બાળલગ્ન તથા દિવ્યાંગ લાભાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ જેવી કે, દિવ્યાંગ લગ્ન સહાય, સંતસુરદાસ યોજના, સ્વાવલંબન ઓળખકાર્ડ વિશે જાણકારી તેમજ તેમાં આવેલ નવીન સુધારાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ વિશેની જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા બાળસુરક્ષા અધિકારી પાર્થ ઠાકરે સંકલિત બાળસુરક્ષા યોજનાના માળખા તથા સરકાર દ્વારા કાર્યરત સંસ્થાકિય તથા બિન સંસ્થાકિય વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.