તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠમાં ભેદી રોગ નાથવા અમદાવાદથી સ્પેશિયલ ટીમ ઊતરી, 4 દર્દીની સ્થિતિ ગંભીર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

3 બાળકોને શંકાસ્પદ પોલિયોની સારવાર આપી
આણંદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી. હાલમાં 4 દર્દીઓ ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રખાયા છે. જ્યારે એક દર્દીને રજા અપાઇ છે. અન્ય ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જેમને શંકાસ્પદ પોલીયાની સારવાર આપવામાં આવી છે.

જિલ્લાના આરોગ્ય અધિકારી એમ.ટી છારી એ જણાવ્યું હતું કે, આ રોગ ચેપી નથી માત્ર ચેતાતંતુને અસર કરતો રોગ છે. અને પેરાલિસીસને લગતાં રોગ જોવા મળે છે. તમામ દર્દીના સ્ટુલના નમૂના લઇ હૈદરાબાદ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેના રીપોર્ટ બાદ આ ભેદી બિમારી શું છે તે બહાર આવશે. હાલ તો વેન્ટીલેટર પર મુકાયેલા 4 દર્દીઓ માટે વધુ સારવાર માટે જરૂરિયાત જણાશે તો અમદાવાદ સીવીલમાં મોકલી આપવામાં આવશે. નોંધનીય છે કે, ગ્લેન-સિન્ડ્રોમ માટે કોઈ જાણીતી સારવાર નથી. પરંતુ દર્દીઓની માંદગીની તીવ્રતાને ઘટાડી શકે છે અને તેમની પુનઃપ્રાપ્તિ વધારી શકાય છે. હાલમાં પ્લાઝમા ફેરેસીસ અને ઇનિનોગ્લોબુલિનની મોટી માત્રા અપાય છે.

GBS: ગિલન બાળ સિન્ડ્રોમનાં લક્ષણો
શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ફેફસા અને પાચનતંત્ર નબળા હોય તેવા લોકો આ બિમારીમાં સપડાય છે.લાખે અેક કેસ જોવા મળે છે. આ રોગના લક્ષણોમાં પગ, તથા હાથની કમજોરી અને નબળાઇ જોવા મળે છે. અને શરીરનો એક સાઇડનો ભાગ જકડાઇ જતાં પેરાલીસિસની અસર થાય છે. આ રોગને વિકાસવામાં 3 થી 4 સપ્તાહનો સમય લાગે છે. રોગનું મુખ્ય કારણ જાણી શકાયું નથી. એમ.ટી.છારી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો