Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ રેલવે સ્ટેશન પાસે 17.40 લાખની મતા ભરેલું પર્સ ચોરાયું
મૈસુર અજમેર ટ્રેનનાં એસી કોચમાં દાવણગીરી રેલ્વે સ્ટેશનથી મુસાફરી કરી રહેલા મુસાફરનું 17.40 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી તસ્કરો આણંદ રેલ્વે સ્ટેશન નજીક ફરાર થઈ ગયા હોવાનો બનાવ આણંદ રેલ્વે પોલીસ મથકે નોંધાયો છે.
કર્ણાટકનાં દાવણગીરી ખાતે રહેતા અરુણકુમાર ભીખચંદ્ર લલવાણી ગત શુક્રવારે દાવણગીરીથી ફાલના લગ્ન પ્રસંગમાં જવા માટ મૈસુર અજમેર ટ્રેનમાં પરિવાર સાથે એેસી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રાત્રીનાં સુમારે તેઓ દાવણગીરી રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનનાં એસી કોચમાં પોતાની સીટ પર પરિવાર સાથે સુઈ ગયા હતા ત્યારે આણંદ રેલ્વે સ્ટેશન નજીક કોઈ અજાણ્યો ચોર અરૂણકુમારની સીટ પર મુકેલું લેડીઝ પર્સ કે જેમાં બે મોબાઈલફોન આઠ હજાર રૂપિયા રોકડા,સોનાનાં 400 ગ્રામ વજનનાં દાગીનાં સહીત 17.40 લાખની મતા હતી જે ચોરી કરી ચાલુ ટ્રેનમાં ફરાર થઈ ગયેલ જેથી વહેલી સવારે જાગેલા અરૂણકુમાર અને તેમનાં પરિવારએ લેડીઝ પર્સ નહી જાતા પર્સની ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે ટ્રેનમાં તૈનાત પોલીસને ચોરી થયાની જાણ થતા મહેસાણા રેલ્વે પોલીસે ચાલુ ટ્રેનમાં આવીને અરૂણકુમારની ફરીયાદ નોંધી હતી. ત્યારબાદ ધટના આણંદ રેલ્વે પોલીસ મથકની હદમાં બનેલી હોઈ ફરીયાદની કોપી અને નિવેદનની નકલો આણંદ રેલ્વે પોલીસને મોકલી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.