પોલીસની કામગીરી અને અંગતજીવનને દર્શાવતી ફિલ્મ એટલે♫ ‘વિજયપથ’

Anand News - a film depicting the performance and personal life of the police means 39vijaypath39 055633

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
પોલીસની કામગીરી અને પોલીસ ઓફિસરનાં જીવનને પારદર્શિ રીતે દર્શાવતી ફિલ્મ વિજયપથ 20 સપ્ટેબરે રિલીઝ થવા જઇ રહી છે. જેમાં પોલીસ ઓફિસરના કેરેક્ટરમાં પ્રતિશ વોરા જોવા મળશે. ફિલ્મમાં કાયદો અને સમાજ સામ-સામે આવે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જન્મ લે છે. તે દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મમાંપોલીસ ઓફિસર અને રિતુનું કેરેક્ટર ભવજનાર નિરાલી જોષી વચ્ચે લવ અફેર શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં વિલન તરીકે ચેતન દૈયા જોવા મળશે. જેઓ એઝાઝનું કેરેક્ટર ભજવી રહ્યાં છે. એઝાજ એક બુટલેગર છે. વિજયપથ ફિલ્મના ડિરેક્ટર જયેશ ત્રિવેદીએ ફિલ્મનાં સ્ટોરી આઇડીયા વિશે વાત કરતાં જણાવ્યું કે તેઓ એક આઇ.બી. ઓફિસર સાથે વાત કરી રહ્યા હતાં. ત્યારે તે આઇ.બી. ઓફિસરે જયેશભાઈને પોલીસની લાઇફ પર ફિલ્મ બનાવવાનું સજેશન આપ્યું હતું. અને ત્યારે જયેશભાઈએ આ ફિલ્મની સ્ટોરી પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. વિજયપથ ફિલ્મના પ્રોડયુસર શૈલેષ શાહ છે. પ્રિન્સ પાર્થ ફિલ્મસ (આણંદ)ના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરાયું છે. જે પ્રોડક્શન કંપની હેઠળ 20થી વધુ ફિલ્મો બની છે. અને 10થી વધારે ઇન્ટરનેશનલ એવોર્ડઝ પણ હાંસલ કરી ચૂકી છે.

બિઝનેસ પ્લસ

X
Anand News - a film depicting the performance and personal life of the police means 39vijaypath39 055633
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી