ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો

Anand News - a farewell ceremony took place at charotar english medium school 020158

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:02 AM IST
આણંદ | ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદમાં તાજેતરમાં ધો.10-12 (વિ. પ્રવાહ-સા. પ્રવાહ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે કલ્પેશભાઈ પટેલ અતિથિવિશેષ ડો. નુસરતબેન કાદરી (આચાર્ય આઇ.જે.પટેલ બી.એડ કોલેજ) શાળાના આચાર્ય કાર્તિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઝારખરિયા ગામે વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ

આણંદ | આણંદ તાલુકાના ઝાખંરિયા ગામમાં આવેલી આગણંવાડીમાં તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં આંગણવાડીના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ અને આગંણવાડીના બહેનો સહભાગી રહ્યાં હતાં.

નડિયાદની શારદા મંદિરમાં બાબા રામદેવએ યોગ પ્રશિક્ષણ આપ્યું

બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે પેરેન્ટસ મિટીંગ યોજાઇ

આણંદ | ભીખાભાઈ જીવાભાઈ મહાવિદ્યાલયમાં વાલી મીટીંગનું આયોજન કરાયું હતું. વાલી મિટીંગમાં વાલીઓ દ્વારા સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ તેમજ વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત વિકાસ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતકી શેઠે વાલીઓને આવકાર્યા તેમજ સંસ્્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે સુચનો આપવા પણ જણાવ્યું હતું.

NV પટેલ સાયન્સ કોલેજ ખાતે ગેસ્ટ લેકચરનુ આયોજન

આણંદ |ચારૂતર વિદ્યામંડળ સંચાલિત નટુભાઈ.વી.પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસના ઇન્ડસ્ટ્રીયલ વિભાગ દ્વારા ગેસ્ટ લેકચરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પિરામલ ફાર્માના હિતાર્થ મહેતા (મેનજર, ઓકયુંપેશનલ હેલ્પ એન્ડ હાઇજીન) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઇન્ડસ્ટરીઅલ સેફટી વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો બાસુદેબ બક્ષી અને ડિપારટમેન્ટના વડા ડો અર્ચના શાહ ઉપસ્થિત રહ્યા હતા.

નડિયાદ | નડિયાદ સ્થિત અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિર, અનિતાબહેન દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા) ડે સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રિય સંત યોગઋષિ રામદેવજી મહારાજએ યોગ વિશે માર્ગદર્શન, માહિતી અને કેટલાંક યોગાસનો બતાવ્યાં હતાં. જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપતા રામદેવજી મહારાજે વિદ્યાર્થીઓને દરરોજ યોગ કરવાના સંકલ્પ લેવડાવ્યાં હતાં. આ પ્રસંગે અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત જશભાઈ, અશ્વિનભાઈ, ઇપ્કો પરિવારના દેવાંગભાઈ પટેલ, અનીતાબહેન પટેલ સ્વામી મુદિતવદનાનંદજી મહારાજ વિગેરે હાજર રહ્યાં હતાં.

પલાણા સ્વામિ. મંદિરમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોથીયાત્રા નીકળી

વસો | તાલુકાના પલાણા ગામે સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સૂવ્રણ સિંહાસન અનાવરણ પ્રસંગે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં.

અશોક-રીટા પટેલ ઇન્સ્ટી. ઓફ ફિજીયોથેરાપીનો વાર્ષિક દિન ઉજવાયો

આણંદ | ચારુસેટ યુનિવર્સિટી સ્થિત અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીનો 10મો વાર્ષિક દિન દેશભક્તિની થીમ પર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થના, વિદ્યાર્થીઓ નૃત્ય અને સમૂહ ગીત દ્વારા કરવામાં આવી હતી. અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. એમ બાલાગણપતિએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીના સન 2018-19નો વાર્ષિક અહેવાલની રજૂઆત કરી હતી.

મહેમદાવાદના ખાતે મહાકાલી માતાજીનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મહેમદાવાદ | મહેમદાવાદ તાલુકાના નવાગામ ખાતે મહાકાલી માતાજીના મંદિરની પુન: પ્રતિષ્ઠા સોમવારના રોજ યોજવામાં આવી હતી. આ નવચંડી યજ્ઞમાં 160 યુગલોએ માતાજીના નવચંડી યજ્ઞમાં પૂજા કરવાનો લાભ લીધો હતો. આ યજ્ઞનો પ્રારંભ સવારે શરૂ થયો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજારથી પણ વધુ ભક્તો ઉમટી પડ્યાં હતાં.

નવાગામ ખાતે મહાકાલી માતાજીનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મહેમદાવાદ | મહેમદાવાદ તાલુકાના નવાગામ ખાતે મહાકાલી માતાજીના મંદિરની પુન: પ્રતિષ્ઠા સોમવારના રોજ યોજવામાં આવી હતી. આ નવચંડી યજ્ઞમાં 160 યુગલોએ માતાજીના નવચંડી યજ્ઞમાં પૂજા કરવાનો લાભ લીધો હતો. આ યજ્ઞનો પ્રારંભ સવારે શરૂ થયો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજારથી પણ વધુ ભક્તો ઉમટી પડ્યાં હતાં.

નડિયાદ જૈન સોશ્યલ ગ્રૂપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

નડિયાદ | વિશ્વ વિખ્યાત સંતરામ મંદિર નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવ તથા પ.પૂ.લક્ષ્મણદાસજી મહારાજનો 150મા સાર્ધ શતાબ્દી સમાધિ મહોત્સવ પ્રસંગ તથા અજીતનાથ ભગવાનની સાલગીરી નિમિત્તે જૈન સોશ્યલ ગૃપ નડીયાદ આયોજીત જવાહર વિદ્યામંદિર નડીયાદ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ નીરવ શાહ , દિપેન શાહ , તેજશ દોશી વગેરે હાજર રહ્યાં હતાં.

આણંદમાં "પોષણ અને સ્વચ્છતાનું મહત્વ’ વિષય પર વર્કશોપ યોજાયો

આણંદ | ચારુતર વિદ્યામંડળ સંચાલિત સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં સ્પીકર ડૉ. ભાવના ચૌહાણના મુખ્ય વક્તા સ્થાને હોસ્પિટાલિટી અને ટુરીઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે "પોષણ અને સ્વચ્છતાનું મહત્વ" વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. નિકંજ પટેલે વર્કશોપની સફળ કામગીરી માટે સમગ્ર ફેકલ્ટી ટીમ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

આંખના નંબર ઉતારવાના ઓપરેશનના કેમ્પનો પ્રારંભ

આણંદ | નડિયાદના આંગણે મેગા સર્જિકલ કેમ્પ અંતર્ગત આંખના નંબર ઉતારવાના ઓપરેશનનું સંતરામ મંદિર (વડોદરા)નાં મહંત ભરતદાસજી મહારાજ તેમજ સંત ચૈતન્યદાસજી મહારાજ દ્વારા દીપ-પ્રાગટ્ય કરી શુભ પ્રારંભ કરાવ્યો હતો.

કપડવંજની કોલેજમાં સંસ્કૃત શ્લોક ગાનનો કાર્યક્રમ યોજાયો

આણંદ | શહેરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સંસ્કૃત શ્લોક ગાન અને ગુજરાતી કાવ્યપાઠ સ્પર્ધા ડો. હિતેન્દ્ર જોષી અને પ્રો. યશવંતભાઈ મહાલેના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. આ સ્પર્ધા અંગે પ્રાસંગિક ઉદ્દબોધન આચાર્ય ડો. ગોપાલ શર્માએ કર્યું હતું. નિર્ણાયક તરીકે પ્રા. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ અને પ્રા. મયંકભાઈ પટેલ હજાર રહ્યાં હતાં. આ સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધામાં પ્રથમક્રમે પરમાર મહેશ, દ્વિતિય પટેલ નિધિ, તૃતિય ક્રમે પરમાર કિરણ આવ્યાં હતાં.

X
Anand News - a farewell ceremony took place at charotar english medium school 020158
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી