તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની ગોલ્ડન ગર્લના નામે જાણીતી યોગ ટીચર જલ્પા કાછીયાને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદની ગોલ્ડન ગર્લના નામે જાણીતી યોગ ટીચર જલ્પા કાછીયાને ઇન્દોર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ કોમ્પીટીશનમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જે આણંદ શહેર અને ચરોતર પંથકમાં ગૌરવ લેવા જેવી વાત છે.

આણંદ પાસેના કરમસદ ખાતેની સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં જલ્પા કાછીયા યોગ ટીચર તરીકે ફરજ બજાવે છે. તે તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં સ્કૂલ ઓફ કોમર્સ ખાતે ઇન્ટરનેશનલ યોગાસન કોમ્પીટીશનમાં ભાગ લેવા ગઇ હતી. આ સ્પર્ધામાં દેશ-વિદેશના અંદાજે 350 લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના 15 તથા મધ્યપ્રદેશ, દિલ્હી તથા જર્મની, ઇટાલી, આર્જેટીના, યુએસએ અને સ્વડનમાંથી આવેલા સ્પર્ધકોનો સમાવેશ થાય છે. જેમા સ્પર્ધકોએ વિવિધ યોગના કરતબો રજૂ કર્યા હતાં.

આ સ્પર્ધામાં આણંદની જલ્પા કાછીયાનો ત્રીજો નંબર આવ્યો હતો. આથી તેને બ્રોન્ઝ મેડલ, સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેનું સન્માન કરવામાં આવ્યું હતું. જલ્પા કાછીયાએ જણાવ્યું હતું કે, આ બ્રોન્ઝ મેડલ મળતા આનંદની લાગણી અનુભવુ છું. આણંદ અને ચરોતર માટે ગૌરવ લેવા જેવી વાત છે.

અન્ય સમાચારો પણ છે...