આણંદ તાલુકાના બોરીઆવી ગામના વડવાળા ફળિયામાં એક પરિવારે પાડોશી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ તાલુકાના બોરીઆવી ગામના વડવાળા ફળિયામાં એક પરિવારે પાડોશી યુવાનને તારે અહીંયા રહેવાનું નથી તેમ કહીં તેમને તથા તેમના પરિવારને લોખંડના સળીયા અને લાકડીઓથી માર માર્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

બોરીઆવી ગામના વડવાળા ફળિયામાં નરેશભાઈ રાઠોડના ઘરની બાજુમાં અશોકભાઈ રાઠોડ રહે છે. ગત 7મી મેએ નરેશભાઈ ઘરે હતાં ત્યારે અશોક લક્ષ્મણ, તેનો પુત્ર વિષ્ણુ અને પુત્રી મીનાબેન તથા પત્ની મણીબેને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ લોકોએ કહ્યું હતું કે તારે અહીંયા રહેવાનું નથી. મકાન ખાલી કરીને જતો રહે. એ દરમિયાન ઐતાભાઈએ આવીને કહ્યું હતું કે આ ઘર મારું છે એટલે મારો દીકરો રહેશે. ત્યારે ઐતાભાઈના પુત્ર મહેશભાઈને લાકડી મારતા વિષ્ણુએ લોખંડનો સળીયો લઈ નરેશને માર્યો હતો. માતા મધુબેન પુત્રને છોડાવવા પડતાં સળીયાની ઝાપોટ તેમના માથામાં વાગી હતી. અશોકભાઈના પત્ની અને પુત્રીએ પણ માર મારવાનો શરુ કર્યું હતું. દરમિયાન અન્ય લોકો આવી જતાં તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...