તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોચાસણમાં મહંતસ્વામીના દિવ્ય સાંનિધ્યમાં કાર્તિકી પૂનમની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએપીએસના ગાદીસ્થાન બોચાસણમાં મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ અને દિવ્ય સાનિધ્યમાં કાર્તિકી પૂનમ-દેવ દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. મંગળ પ્રભાતે 5.30 વાગ્યે મંદિર પરિસરમાં સ્વામીની પ્રાત:પૂજાના દર્શનનો લાભ હરિભકતોએ લીધો હતો. દેવ-દિવાળી નિમિત્તે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવાયો હતો. આજે કાર્તિક પૂર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઇ વહેલી સવારથી અંતરના ઉમળકા સાથે મંદિર દર્શન અને દેવ-દિવાળી ઉત્સવનો લાભ લેવા હજારો હરિભક્તો ઉમટ્યા હતા.

સ્વામિનારાયણ બાગ-બોચાસણ ખાતે ઉત્સવની મુખ્ય સભા શરૂ થઇ હતી. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશ ગ્રંથ “વચનામૃત’’ ગ્રંથનું દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. બીએપીએસ સંસ્થાનો વિકાસ વચનામૃત ગ્રંથમાં ઉદઘોષિત મુખ્ય 4 સિદ્ધાંતો-ઉપાસના અજ્ઞા, સદભાવ અને સત્યપુરુષના પાયા પર થયો છે. એ કેન્દ્રિય વિચાર સાથે સભા કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં વિદ્વાન સંતોએ સંસ્થા વિકાસના એ પાયાના મૂલ્યો પર પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. વક્તવ્ય બાદ વિષયને અનુરૂપ અત્ય ઘટના આધારિત સંવાદ રજૂં થયા હતા.

આ પ્રસંગે ઘનશ્યામદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનમાં અનુસંધાન રહે તો જીવન નિર્વિધ્ન પાર પડે છે. આજ્ઞાપાલનની દ્રઠતા અંગે ભકિતપ્રિયદાસ સ્વામી(કોઠારી સ્વામીએ વક્તવ્યમાં જણાવ્યું કે, બ્રહ્મસ્વરૂપ મહારાજ પોતાના જીવનમાં ભગવાનની આજ્ઞાઓને કેન્દ્ર સ્થાને રાખી-સાધુતાસ ભર જીવન જીવ્યા છે. જેનાથી અક્ષરપુરૂષોતમ સિધ્ધાંતનું પ્રવર્તન અને સંસ્થાના વિકાસ થયો છે. સંસ્થાના વિકાસની યાત્રામાં ઉંડીને આંખે વળગે એવું એક પરિબળ છે. સભાના અંતમાં મહંત સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, શાસ્ત્રીજી મહારાજના જીવનમાં અક્ષર પુરૂષોતમ સિધ્ધાંત પ્રવર્તન માટે ધ્યેયની સ્પષ્ટતા હતી. અનંત કોટી બ્રહ્માંડના જીવોને દુર્લભ એવી પ્રાપ્તિ આપણને થઇ છે.તમામ જ્ઞાનનો સાર આ જ્ઞાન છે. આ વાતને જીવ દ્રઢ કરીને રાખવી તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતા.

દેવદિવાળી અને કાર્તિકી પૂર્ણિમાં ઉત્સવ પ્રસંગે મહંત સ્વામી મહારાજે હરિભક્તોને આર્શીવચન પાઠવ્યા હતા. તસવીર હેમંત ભટ્ટ, બોરસદ.

અન્ય સમાચારો પણ છે...