તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19મી જાન્યુ.એ તાલુકાની 6 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી 19મી જાન્યુઆરીને રવિવારે આણંદ જિલ્લાંના બોરસદ તાલુકાના ખાનપુર, પેટલાદ તાલુકાના ચાંગા અને સુંદરા, ખંભાત તાલુકાના સાયમા અને ખડોધી તેમજ તારાપુર તાલુકાના વરસડા મતદાન મથકો ઉપર ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો, સરપંચની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણીના મતદાનના દિવસે કાયદો અને વ્યંવસ્થાટની પરિસ્થિેતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લાય મેજિસ્ટ્રેટટ પી. સી. ઠાકોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ નિયમ હેઠળ તારીખ 19/01/2020ના રોજ મતદાનના દિવસે મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી 200 મીટરના અંતરમાં આવેલ વિસ્તારો માટે કેટલાંક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જે અનુસાર મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી 200 મીટરના અંતરમાં આવેલ વિસ્તાીરોમાં મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાકધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઇ મતદારને મત આપવા આગ્રહ કરવો, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારને સમજાવવા, કોઇ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ચૂંટણી લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઇ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુંલર/મોબાઇલ ફોન અને સંદેશાવ્યતવહાર કે રેકોર્ડીંગ થઇ શકે તેવા અન્ય કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો ઇ જવા કે વાહનો સાથે આવવા પર પ્રતિબંધ ફરમાવેલો છે.

આ ઉપરાંત મતદાન મથકની 200 મીટર દૂર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલ બુથ ઉપરથી અથવા ઉમેદવાર તરફથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઇપણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઇ લખાણ હોવું જોઇએ નહીં, કોઇપણ મતદાર કે વ્યદકિત મતદાન મથકની 200 મીટરની હદમાં આવી કોઇ કાપલી કે જેમાં ઉમેદવારનું નામ, પ્રતિક કે સંજ્ઞાનું લખાણ હોય તે લઇ પ્રવેશી શકશે નહીં, પ્રચાર અંગેનું કોઇપણ સાહિત્ય, બેનર, કટઆઉટ, પોસ્ટ રાખી શકશે નહીં આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો