આણંદમાં સ્વાઇન ફ્લૂથી 73 વર્ષના વૃદ્ધનું મોત : 24ના રિપોર્ટ પોઝિટિવ

Anand News - a 73 year old elder dies of swine flu in anand 24 report positive 020240

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:02 AM IST
આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લ્યુની બિમારીમાં દિન-પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે આણંદ ગણેશ ચોકડી વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લ્યુ ભરખી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. આમ જિલ્લામાં સ્વાઇન ફ્લ્યુ બિમારીના પગલે કુલ 3 મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલ છે.

આણંદ જિલ્લામાં કુલઇ 24 દર્દીઓ સ્વાઇન ફ્લ્યુની બિમારીનો પોઝિટીવ રિપોર્ટ આવેલ છે. જેમાં 10મી ફેબ્રુઆરીના રોજ આણંદ ગણેશ ચોકડી વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ બિમારી થતાં આણંદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહેલ હતી. ત્યારે આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજી તરફ આણંદ શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયા તંત્ર દ્વારા ખર્ચો કરવા છતાં નગરજનો તાવ, ખાંસી, સ્વાઇન ફ્લ્યુની બિમારીની ખખ્પરમાં ધકેલાઇ રહ્યા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા ગણેશ ચોકડી વિસ્તારમાં ગોળીઓનું વિતરણ દવા છંટકાવ સહિત અલગથી ઓપીડી પણ શરૂ કરવામાં આવેલ છે.

X
Anand News - a 73 year old elder dies of swine flu in anand 24 report positive 020240

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી