Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પત્ર લખવામાં 8 કુલપતિ-પૂર્વ કુલપતિ પણ સામેલ
નવી દિલ્હી | જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં હિંસાના રાજકારણ વચ્ચે આઠ કુલપતિ-પૂર્વ કુલપતિ સહિત 208 શિક્ષકો અને પ્રોફેસરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ડાબેરી સંગઠનો પર યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમાં લખ્યું છે કે, ડાબેરી એક્ટિવિસ્ટોની ગતિવિધિના કારણે કેમ્પસમાં હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિઘ્ન પડે છે અને તેનાથી માહોલ પણ બગડે છે. પત્ર લખનારામાં એસપી યુનિવર્સિટી આણંદના કુલપતિ શિરિષ કુલકર્ણી, ડો. હરિસિંહ ગૌર યુનિવર્સિટી, સાગર (મપ્ર)ના કુલપતિ આરપી તિવારી, દક્ષિણ બિહારની સેન્ટ્રલ
...અનુસંધાન પાના નં. 8
હિંસા પાછળ JNU કુલપતિનો હાથ : કોંગ્રેસ
નવી દિલ્હી | કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ જેએનયુમાં થયેલી હિંસાના માસ્ટર માઈન્ડ ખુદ કુલપતિ એમ. જગદીશ કુમાર હોવાનું જાહેર કર્યું છે. આ કમિટીના સભ્ય સુષ્મિતા દેવે કુલપતિને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો અને તેમની વિરુદ્ધ ગુનાઈત તપાસની માંગ કરી છે. દેવે એવો પણ આરોપ મૂક્યો છે કે, 2016માં કુલપતિ બન્યા પછી જગદીશ કુમારે મેરિટ બાજુમાં મૂકીને મન ફાવે તેમ નિમણૂકો કરી હતી, જેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે, જેએનયુ હિંસાની તપાસ માટે કોંગ્રેસે ચાર સભ્યની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવી હતી.