આણંદ લોકસભા બેઠકના ધર્મજ-8 બુથના ફેર મતદાનમાં 78.08 ટકા મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ લોકસભા બેઠકના ધર્મજ-8 મતદાન મથક પર 23મી એપ્રિલે યોજાયેલું મતદાનના સંદર્ભે બોગસ મતદાન થયું હોવાનું વીડિયોગ્રાફીમાં બહાર આવ્યું હતું. જેના પગલે રાજ્યના ચૂંટણી અધિકારી દ્વારા 12મી મેના રોજ પુન: મતદાન યોજવાનો હુકમ કર્યો હતો. જેના પગલે રવિવારે સવારેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બપોરના 1 વાગ્યા સુધીમાં 51.58 ટકા મતદાન થયું હતું જ્યારે સાંજના 6 વાગ્યા સુધીમાં 78.08 ટકા જેટલું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...