તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં 71 લોકોનું સ્ક્રીનીંગ કરાયું : મહિલાનો રિપોર્ટ નેગેટીવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા વહીવટી તંત્ર કોરોનાવાઇરસ પગ પેસારો ના કરે તેમાટે સજ્જ છે. હાલ જિલ્લા આરોગ્ય સહિત વહીવટી તંત્ર ગામેગામ તકેદારી રાખવામાં આવી રહી છે. આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે ગુરૂવારે 71 પ્રવાસીઓનું સ્કેનીંગ કરાતાં હાલ જિલ્લામાં396 પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી 103 પ્રવાસીઓનું સ્કેનીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે 293પ્રવાસીઓ ઓબજર્વેશન હેઠળ છે. હાલ કોઇ પણ દર્દીને આઇસોલેસન વોર્ડ઼માં રાખવામાં આવેલ ન હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...