તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 68 કેન્દ્રોના 2175 બ્લોકમાં બોર્ડના 59,922 છાત્રો પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
7મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે આણંદ જિલ્લા માટે શિક્ષણતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગેરરીતી અટકાવવા માટે કેન્દ્રો પર 5 સીસીટીવી કેમેરા મુકવામાં આવશે અને તેની નજર હેઠળ SSCના 38,776 અને HSCના 21,146 છાત્રોની પરીક્ષા લેવામાં આવશે .

બોર્ડની પરીક્ષા અંગે એકશન પ્લાન તૈયાર કરવા એક ખાસ બેઠક મળી હતી.જેમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે,ઘો.10 માટે કુલ 43 કેન્દ્રોની 99 બિલ્ડીંગમાં 38776 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે,જયારે ધો.12 સામાન્ય પ્રવાહ માટે 20 કેન્દ્રો અને 43 બિલ્ડીંગમાં 14336 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 05 કેન્દ્રો પર 30 બિલ્ડીંગમાં 7010 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો-10ની પરીક્ષા માટે આણંદ, આંકલાવ અને પેટલાદ એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. જયારે ધો 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે એક ઝોન ..અનુસંધાન 3 પર

આણંદ, પેટલાદ, આંકલાવ ઝોન પ્રમાણે શાળાની નિમણૂક
SSCની પરીક્ષા માટે આણંદ, પેટલાદ અને આંકલાવ ઝોન પાડવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઝોનમાં પેપર સહિતની કામગીરી માટે શારદા હાઇસ્કુલ આણંદ,જ્યારે પેટલાદ ઝોનમાં આર.કે વિદ્યાલય જ્યારે આંકલાવમાં આંકલાવ હાઇસ્કુલની પસંદગી કરાઇ છે. અને ધો.12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ માટે સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે પરીક્ષા લક્ષી કામગીરી કરવામાં આવશે.

વીજ વિભાગને સૂચના અપાઇ
બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ખાસ તકેદારી રાખવા વહીવટી તંત્ર દ્વારા એમજીવીસીએલને રજૂઆત કરાઇ છે. અને વીજ પુરવઠો કોઇ સંજોગોમાં ખોરવાય તો તાત્કાલિત શરૂ કરવા જણાવ્યું છે.

સંવેદનશીલ કેન્દ્રોમાં ઘટાડો
આણંદ જિલ્લાના કેન્દ્વોમાં સીસીટીવી કેમેરા આવ્યા બાદ ચોરી સહિતની પ્રવૃતિઓનું પ્રમાણ ઘટ્યુ છે. જેના કારણે સંવેદનશીલ કેન્દ્રોની સંખ્યા નામ પુરતી છે. હવે તો વધુ બ્લોક ધરાવતા બિલ્ડીંગને સંવેદનશીલમાં મુકીને વ્યવસ્થા કરવામાં આવે છે.

પરીક્ષા અંતર્ગત કામગીરી પૂર્ણ કરાઇ
બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનમાં અતિ મહત્વની છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. દરેક કેન્દ્વો ઉપર સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવાશે. ઝોન પ્રમાણે કર્મચારીઓની વહેચણી સહિત પરીક્ષાને લઇને તમામ કામગીરીપૂર્ણ થઇ છે. પરીક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ સાથે તથા પોલીસ અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જી.ડી.પટેલ, શિક્ષાણાઅધિકારી, આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો