તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાનગર શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિદ્યાર્થીગૃહનો 52મો વાર્ષિકોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભ વિદ્યાનગર સ્થિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિદ્યાર્થીગૃહનો બાવનમો વાર્ષિકોત્સવ સંસ્થાના માનદ મંત્રી નરપતભાઇ સંઘવી તથા કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તથા ડૉ. ભાવેશભાઈ પટેલ (કુલપતિ ચારૂતર વિદ્યા મંડળ)ના અતિથિ વિશેષ પદે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. સમારંભના પ્રમુખસ્થાને નિવૃત થતા માનદ મંત્રી અને શ્રેષ્ઠીવર્ય નલિનભાઈ એચ. શાહ હતા.

આ પ્રસંગે ડૉ. ભાવેશભાઈ પટેલ, નિવૃત થતાં માનદ મંત્રી નલિનભાઈ શાહ તથા નિવૃત થતાં સભ્ય હસમુખભાઇ શાહ, નવા વરાયેલા સભ્યો જતિનભાઈ શાહ તથા સીએ અશ્વિનભાઈ શાહ, માનદ ધાર્મિક શિક્ષક પ્રફુલભાઇ ગાલા તથા વિદ્યાર્થી મંત્રી ધવલશાહનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક, રમત-ગમત, ધાર્મિક તથા અન્ય પ્રવૃતિઓ માટે સર્વ ડૉ. ભાવેશભાઈ પટેલ, માનદ મંત્રી નરપતભાઇ સંઘવી, કુમારભાઇ શાહ, મહેન્દ્રભાઇ શાહ, સુલક્ષભાઈ શાહના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમણે સંસ્થાની પ્રગતિ બદલ આનંદ વ્યક્ત કરી સર્વને અભિનંદન પાઠવ્યા હતાં.સમારંભના પ્રમુખ નલિનભાઈ શાહે પોતાના સન્માન બદલ આભાર વ્યક્ત કરી સર્વને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થી મંત્રી ધવલ શાહે અભારવિધિ કરી હતી. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓ, સંઘના પ્રમુખ જીતુભાઈ પરીખ, સંઘના શ્રેષ્ઠીવર્યો, કન્યા છાત્રાલયના મંત્રી સ્મિતાબેન, શાખા સમિતિના સભ્યો તથા આમંત્રિતો એ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીઓ કેવિન શાહ તથા દિવ્ય શાહે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...