તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં સામાન્ય વરસાદની સંભાવના 50%: સ્કાયમેટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | ગુજરાતમાં ગયા વર્ષે ઓછા વરસાદને લીધે અનેક જિલ્લામાં દુકાળ પડ્યો છે. દેશના વિવિધ ભાગોમાં પણ આ જ સ્થિતિ હતી. જોકે, ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે પ્રાથમિક તારણમાં કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ દેશભરમાં ઘણે અંશે સંતોષજનક રહેશે અને દુકાળની શક્યતા નથી. ગયા વર્ષે દુકાળનો ભોગ બનેલા ગુજરાતના અનેક જિલ્લા માટે આ રાહતના સમાચાર છે. સ્કાયમેટે કહ્યું છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારમાં 50 ટકાથી વધુ વરસાદ પડશે, જેથી દુકાળની શક્યતા નથી. એટલું જ નહીં, ...અનુસંધાન પાના નં. 14આ વર્ષે અતિવૃષ્ટિની પણ સંભાવના નહીંવત્ છે. આ વરસાદને પગલે એશિયાના ત્રીજા નંબરના સૌથી મોટા રૂ. બે લાખ કરોડના ભારતીય અર્થતંત્રને પણ વેગ મળશે.

વઢવાણ, મૂળી, આણંદ અને નડિયાદમાં મોડી રાત્રે વરસાદ
રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે રાજ્યના કેટલાક હિસ્સામાં વાતાવરણ પલટાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળીમાં વરસાદ નોંધાયો હતો જ્યારે મોડી રાત્રે ખેડાના નડિયાદ, આણંદ, ઉમરેઠ અને કણજરી-બોરિયાવીમાં વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા. આ કમૌસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન જવાનો ડર છે. આવતીકાલે પણ કેટલાક હિસ્સામાં વરસાદ પડવાની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો