તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 3 બાળક સહિત 5 સ્વાઇન ફ્લૂની ઝપેટમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં સતત બદલાઇ રહેલા વાતાવરણના પગલે બેવડી ઋતુનો અનુભવ વર્તાઇ રહ્યો છે.તેના કારણે મચ્છર સહિતની જીવાતોનો ઉપદ્વવ વધી ગયો છે.જેથી વાયરલ બીમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. જયારે સ્વાઇન ફ્લૂના વાયરસ સતત ઠંડી ગરમી વચ્ચે વક્રિય રહ્યો છે. આણંદ શહેર સહિત જિલ્લામાં મંગળવારે નવા 5 કેસ પોઝીટીવ નોંધાયા છે.જેમાં 1 વર્ષના બાળક તથા ચાર વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત બે વૃધ્ધ પણ ઝપેટમાં આવી ગયા છે.

જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ પીએચસી કેન્દ્રના કર્મીઓ હડતાલ ઉપર છે. તેમજ છતાં આરોગ્ય વિભાગ દ્વારા નવા ભરતી કરાયેલા કર્મીઓ અને નર્સો તથા આંગણવાડી બહેનોએ સાથે રાખીને ગામે ગામ સ્વાઇન ફ્લૂ અટકાવવા માટે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આણંદની 4 વર્ષની બાળકી તથા 1 વર્ષના બાળક, પેટલાદની 3 માસની બાળકી, આણંદના 73 વર્ષિય પુરૂષ તથા વિદ્યાનગરના 63 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવતાં અત્યારસુધીમાં કુલ 66 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો