તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની 5 ગ્રામ પં. ની પેટા ચૂંટણી માટે આજે મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં આજે કણભઇપુરા, વડોદ, પણસોરા, બદલપુર અને બોરીયા આમ કુલ પાંચ ગ્રામપંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરાનાર છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અને તેની મત ગણતરી 18મી જૂને હાથ ધરાનાર છે.

આણંદ તાલુકાના કણભાઇ પુરા ગામે ગામના સરપંચ સહિત વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સરપંચ સહિતની તમામ બેઠકો બબ્બે ઉમેદવારી પત્રો ભરાયા છે.જેથી ભારે રસાકસી સર્જાઇ છે. જયારે બોરસદ તાલુકાના બદલપુરના સરપંચ વિરુદ્ધ ત્રણ બાળકો મુદ્દે અરજી થતા તેની તપાસ કરવામાં આવી હતી જેમાં ત્રણ બાળકો હોવાના આધારપુરાવા મળતા તેઓને સરપંચપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ખાલી પડેલ સરપંચપદ માટે ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પારુલબેન ગોપાલભાઈ સોલંકી અને મંજુલાબેન વિજયસિંહ પરમારનાઓએ ઉમેદવારી નોંધાવી હતી આજે બદલપુર ખાતે નવ બુથમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,બદલપુરના કુલ નવ બુથમાં 3582 પુરુષ,3247 સ્ત્રી કુલ 6829 મતદારો મતદાન કરશે. શનિવારે તાલુકા સેવા સદન ખાતેથી ઈવીએમ મશીનો અને મતદાનની સામગ્રી લઇ પ્રીસાઈન્ડીગ ઓફિસર,આસિસ્ટન પ્રિસાઇડીંગ,પુલિંગ એજન્ટ,મહિલા પુલિંગ અને પટાવાળા સહીત 46 જણનો સ્ટાફ મતદાન મથક ખાતે રવાના થયો હતો રવિવારે સવારે 8 થી સાંજે 5 સુધી મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવશે જેને લઇ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આ ચૂંટણીઓમાં કાયદો અને વ્યતવસ્થાલની પરિસ્થિ તિ જળવાઇ રહે, કોઇ અનિચ્છદનીય બનાવ ન બને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રે ટ પી.સી.ઠાકોર દ્વારા એક જાહેરનામા 16મી જૂન થી 20મી જૂન સુધી સમગ્ર આણંદ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય સભા-સરધસબંધી તેમજ જાહેરમાં હથિયારો લઇને ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...