રાજયકક્ષાના ખેલમહાકુંભમાં ગુરૂકૃપા નિવાસી શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને 5 બ્રોન્ઝ મેડલ

ગુજરાત રાજય સરકાર દ્વારા સ્પેશ્યલ ઑલિમ્પિકસના સહયોગથી માનસિક દિવ્યાંગ બાળકો તથા યુવકો માટે સ્પેશ્યલ ખેલ...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:02 AM
Anand News - 5 bronze medals for school students of gurukripa residential school in khale mahakumbh of the state 020237
ગુજરાત રાજય સરકાર દ્વારા સ્પેશ્યલ ઑલિમ્પિકસના સહયોગથી માનસિક દિવ્યાંગ બાળકો તથા યુવકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2019 રાજયરક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સર્વોત્કર્ષ સેવા સંસ્થાન સંચાલિત ગુરૂકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના 16 બાળકો તથા યુવકોઅ ઉત્સાહ પૂર્વકભાગ લીધો હતો. આ રમતોત્સવમાં રમતા શાળાના વિશિષ્ટ ખેલાડી વ્રજ પટેલે ટેબલ ટેનિસ તથા પ્રેમ લાડ અને સ્નેહા ઠકકરે રોલલ સ્કેટિંગની 100મી અને 300મી ઇવેન્ટમાં પોતાના પ્રતિ સ્પર્ધી ખેલાડીઓને પરાસ્ત કરીને 5 બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. આ પ્રસંગે સર્વોત્કર્ષ સેવા સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી તથા શાળાના નિયામ જિજ્ઞેશકુમાર ઠકકર,અંતરંગ સભ્યો અને શિક્ષકમિત્રોએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

X
Anand News - 5 bronze medals for school students of gurukripa residential school in khale mahakumbh of the state 020237
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App