તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ જિલ્લામાં 4 વર્ષમાં સ્વાઇન ફ્લૂના 408 કેસ નોંધાયા : 48ના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ પંથકમાં સ્વાઇનફૂલની બીમારીએ 4 વર્ષ અગાઉ દેખા દીધા હતાં. પ્રથમ વર્ષે સારવાર માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી 127 લોકો ઝપેટમાં આવી ગયાં હતાં. જેમાંથી 17ના મોત નીપજ્યાં હતાં. જો કે 2016 અને 2018માં કેસો ઘટયા હતાં. પરંતુ ફરી 2017માં 166 જેટલા કેસો નોધાયા હતાં. આમ 4 વર્ષમાં સ્વાઇફૂલના 408 કેસ નોંધાયા હતાં જેમાં 48 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. ચાલુ વર્ષે પુન: સ્વાઇફૂલએ માથું ઉચક્યું છે. 2 માસમાં 55 કેસ નોધાયા છે. જેમાં 4 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી છારીએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં દરેક જિલ્લામાં સ્વાઇફૂલ માટે હોસ્પિટલોમાં અલગ વોર્ડ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટેસ્ટનો રીપોર્ટ ...અનુસંધાન પાના નં 2 પર

સ્વાઇનફૂલના 2015 થી 2019ના આંકડા પર એક નજર
તાલુકો 2015 2016 2017 2018 2019

કેસ મોત કેસ મોત કેસ મોત કેસ મોત કેસ મોત

આણંદ 81 12 05 00 77 05 27 02 40 02

આંકલાવ 04 01 01 01 11 02 02 01 03 00

બોરસદ 12 01 02 01 26 03 03 00 00 00

પેટલાદ 13 02 03 02 19 02 05 01 04 00

સોજીત્રા 03 00 00 00 07 00 01 00 00 00

ખંભાત 06 01 02 00 10 03 06 01 01 01

તારાપુર 02 00 00 00 02 01 01 00 00 00

ઉમરેઠ 06 00 01 01 14 01 05 00 03 01

કુલ 127 17 14 05 166 17 50 05 55 04

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો