તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હું તમારામાં સંભવિત ડો.વર્ગીસ કુરિયનની છબી જોઉ છું’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરમામાં અભ્યાસ કરીને ડિગ્રી મેળનાર વિદ્યાર્થીઓ નામાંકિત સંસ્થામાં તૈયાર થયા છે.તમે જ તમારા જીવનના માસ્ટર છો.તેથી રૂરલ મેનેજમેન્ટના માસ્ટર સાબિત કરી બતાવવાનો તમારી સામે મોટો પડકાર છે.હું તમારા સૌમાં સંભવિત ડો.વર્ગીશ કુરિયનની છબી જોઇ રહ્યો છું તેમ સમારોહના અતિથિ વિશેષ ઇન્સ્ટિયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના 38માં પદવીદાન સમારોહમાં એનડીડીબી ખાતે જણાવ્યું હતું.

\\\"પદવીદાન સમારંભના પ્રારંભે પ્રાર્થના બાદ ઇરમાના ડાયરેકટર પ્રો. હિતેશ ભટ્ટે વર્ષ દરમિયાન શૈક્ષણિક સિદ્વિઓ પ્રસ્તુત કરી હતી. ઇરમામાં ત્રણ મુખ્ય એકટીવીટીમાં ટીચીંગ, ટ્રેનિંગ, કન્સ્લ્ટનિંગ અને રીસર્ચનો સમાવેશ થાય છે.ઇરમામાંથી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને નોકરીના ઉપલબ્ધ વિશાળ પ્લેટફોર્મ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોઇ રહસ્ય નથી કે ઇરમાએ પોતાને હ્દયથી સંસ્થા તરીકે બોલવામાં ગૌરવ લે છે. આ સાથે તેમણે ઇરમાના અભ્યાક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વિકાસની વિકાસશીલ જરૂરિયાતો અને વ્યવસાય ક્ષેત્રોની સમાનતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ઓડિટોરીયમમાં ક્રમબદ્વ ગોઠવાયેલા વિદ્યાર્થીઓ એક બાદ એક મંચ પર જઇને પદવી સ્વીકારી હતી. આમ કુલ 171 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

શુભેતચ્છા : 38મી બેચના ટોપર વિદ્યાર્થી ચિન્મય દિવાનિયાને વાસંતી મેમોરિયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો
38માં પદવીદાન સમારંભમાં એસ.એમ.વિજયે રૂરલ ડેવલપમેન્ટની દિશામાં નવતર અભિયાન હાથ ધરાશે તેમ જણાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

તાળીઓનો ગડગડાટ
પદવી એનાયત સમયે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી માન આપવામાં આવ્યું હતું. ઇરમાના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, ડો. કુરિયનનું સ્વપ્ન ગ્રામ વિસ્તારને વિકાસશીલ બનાવવાનું હતું. બદલાતા સમયમાં ક્વોલિટી વર્ક સાથે વિદ્યાર્થીઓને સારા પગારની ઓફર સાથે પ્લેસમેન્ટ મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...