તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

38મી ગુજરાત સ્ટેટ ટ્રેપ અને સ્કીટ શૂટિંગ ચેમ્પિયનશીપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ગાંધીનગર ખાતે આવેલ ફાઉન શુટીંગ રેન્જ પર યોજાઇ હતી. જેમાં ગુજરાતના 230 શુટરોએ ભાગ લીધો હતો. સ્ટેટ ચેમ્પિયનશીપમા પ્રથમ વખત સ્કીટ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાંથી રોહીતભાઇ શાંતિલાલ પંચાલ, નીશીથભાઈ , દિનેશભાઇ પંચાલ અને પથીકભાઇ રોહિતભાઈ પંચાલની ટીમે ટ્રેપ, ડબ્બલ ટ્રેપ અને સ્કીટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અને 7 ગોલ્ડ, 4 સીલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ અમ કુલ 14 મેડલ જીત્યા હતા.

ગુજરાતના શુટરો નેશનલ લેવલે ટ્રેપ શુટીંગમાં આગળ ન હતા. ત્યારે રોહીતભાઇએ વીનામુલ્યે ગુજરાતના 70 શુટરને ટ્રેપ શુટીંગની તાલીમ માટેના કેમ્પનું આયોજન આમસરણ રેન્જ પર 4 વર્ષ પહેલા કરેલ અને શુટરોને માર્ગદર્શન આપ્યુ હતું.

જેમાં ફળસ્વરૂપે આજે ગુજરાતમાંના શુટરો નેશનલ ચેમ્પીયનશીપમા઼ કવોલીફાઇ થઇ રહ્યા છે. અને આજે ગુજરાતમાં 12 રીનાઉન્ડ શુટર ઓફ ઇન્ડીયા થયેલ છે. જે ગૌરવની વાત છે. મેડલ ડીસ્ટ્રીબ્યુશન સેરેમનીમા ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ ઝેડ. કે. સૈયદ, રેન્જ આઇ. જી એ. કે. જાડેજા, બ્રિગેડીયર એ. કે. સિંઘ, ગુજરાત સ્ટેટ એસોસિએશનના સેક્રેટરી જનરલ મનીશભાઇ પટેલ ફાઉન એકેડેમીના વસંતભાઇ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...