Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોજિત્રામાંથી વિદેશી દારૂ સાથે 3 ઝબ્બે
સોજીત્રા તાલુકાના કાસોર લાંબા ફળિયામાં રહેતા મનીષકુમાર વિનોદભાઈ પટેલે વિદેશી દારૂનો જથ્થો તેના સસરા રણછોડભાઈ નરશીભાઈ પટેલના કાસોર ગામની ખાટલીરાયણ સીમમાં આવેલી ઓરડીમાં છુપાવી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી સોજિત્રા પોલીસને બાતમી મળી હતી. પોલીસે ઓરડીમાં તપાસ કરતા ડાંગરના પરાળની ગંઠીઓ નીચે રૂપિયા 59 હજારની કિંમતનો 11 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એ જ રીતે ખંભાત શહેર પોલીસે એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કૈલાસચંદ્ર ગિરધારીલાલ રાજપૂત (રહે. ખંભાત) તેમજ તેની પાછળ બેઠેલા ઈસમ યજ્ઞેશ બલભદ્ર મોદી (રહે. ખંભાત)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોપેડની તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૂની રૂ. 1100ની કિંમતની ત્રણ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ ઉપરાંત 25 હજારની કિંમતનુ એક્ટિવા મળી કુલ રૂ. 26 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને શખ્સની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.