તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના લોટીયા ભાગોળમાં જુગાર રમતાં 14 શખ્સ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના લોટીયા ભાગોળ સ્થિત માનીયાની ખાડ ગોસાઈ ફળીયામાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમી રહેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 1.05 લાખ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા તમામ શખ્સો મૂળ ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું અને તેઓ પાણીપુરી સહિત અન્ય ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું હતું.

આણંદ શહેરના માનીયાની ખાડ સ્થિત ગોસાઈ ફળીયામાં ઈનાયત અબ્દુલ વ્હોરાના મકાનમાં બીજા માળે રહેતા ભગવાનસિંહ લાખનસિંહ કશ્યપ મકાનમાં ભાડે રહીને જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડતા 14 શખ્સ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમના નામ-ઠામ પૂછતા ભગવાનસિંહ કશ્યપ, જિતેન્દ્ર ભરોસી, સીપસિંહ કશ્યપ, છોટુભાઈ કશ્યપ, શ્યામસુંદર ધીમ્મર, ધર્મપાલસિંહ કશ્યપ, રાધેશ્યામ શર્મા, શ્રીપાલસિંહ કુસવાહ, યાદવિન્દુ કશ્યપ, હિન્દવલી કશ્યપ, સુસપાલ યાદવ, માનસીંગ શાક્યવાર, વિરેન્દ્ર કુશવાહ અને રાજકુમાર યાદવ હોવાનું ખૂલ્યું હતું.

એલસીબીએ દરોડો પાડીને યુપી-એમપીના શખ્સોને ઝડપ્યા

અન્ય સમાચારો પણ છે...