ધાડપાડુ ત્રાટક્યા: મકાન પર કર્યો પથ્થરમારો, ગર્ભવતીને મારમાર્યા બાદ ચોરી કરી ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ: પેટલાદના ઇસરામા ગામને સોમવાર મધરાતે તસ્કરોએ નિશાન બનાવીને પથ્થરમારો કરી બે બંધ મકાન તથા એક મકાનમાં સુઇ રહેલ દંપતિના ઘરમાં ઘુસીને મારમાર્યો હતો. તેમજ ગર્ભવતી મહિલાને મારમારી ઇજા પહોંચાડીને તેના ઘરમાંથી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા અને બાજુના એક મકાનમાં સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો પરંતુ કંઇ હાથ ન લાગતાં ફોગટ ફેરો રહ્યો હતો. આ અંગ પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

બંધ મકાનનો દરવાજો તોડી દાગીના તથા રોકડ ભરેલ સૂટકેસ ઉઠાવી


પેટલાદના ઇસરામા ગામે સોમવાર મધરાત્રે તસ્કર ટોળકી સૌ પ્રથમ સુશાંત પાર્કમાં રહેતા નાનુભાઇ કાળીદાસ જાદવને ત્યાં ત્રાટકી હતી, જેઓએ ભાણીના ટુંક સમયમાં લગ્ન હોઇ મામેરા માટે દાગીના તેમજ રોકડ લાવીને ઘરના ઉપરના માળે સુટકેસમાં મુકયા હતા. તેઓ સોમવારના રોજ પરિવાર એક પ્રસંગમાં ખણસોલ ગામે ગયો હતો. જેથી તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશીને દાગીના તથા રોકડ ભરેલ સૂટકેસ ઉઠાવી હતી અને નીચેના રૂમમાં માતાજીના સ્થાનક આગળ મુકેલ તલવાર પણ ઉઠાવી લીધી હતી.

 

ઘર પર પથ્થર મારો કરી ગર્ભવતી મહિલાને ઇજાઓ પહોંચાડી

 

બાદમાં સુટકેશ માંથી નાણાં અને દાગીના મળી 60 હજાર ઉપરાંત જેવી મતા કાઢી લઇ સુટકેશ તેમજ મ્યાનમાંથી તલવાર કાઢી મ્યાન ઘર નજીક ફેંકીને નીકળી ગયા હતા.  આધપાર્ક સોસાયટીમાં મહેળાવ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. રાજીવ કોન્ટ્રાક્ટર અને તેમના ગર્ભવતી પત્ની ઘરમાં સુઇ રહ્યા હતા. ત્યારે તસ્કરોએ તેમના ઘર પર પથ્થર મારો કરતાં તેમના પત્નીને ઇજાઓ પહોંચાડીને ઘકકો મારીને ઘરમાં ઘુસી ગયા હતા. તેમજ ટેબલ મુકેલ પાકીટમાં 3 હજાર રૂપિયા કાઢીને નીકળી ગયા હતા.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, આદ્યપાર્ક વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવી દીધો....

અન્ય સમાચારો પણ છે...