Home » Madhya Gujarat » Latest News » Anand » The driver of the Utmad village stopped the question of the bump

ઉટવાડ ગામે બમ્પના પ્રશ્ને ગ્રામજનોના ચકકાજામથી વાહનચાલકો અટવાયા

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:36 AM

પોલીસે 5 દિવસમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો

  • The driver of the Utmad village stopped the question of the bump

    આણંદ: તારાપુર તાલુકાના ઉટવાડા ગામ પાસે પ્રાથમિક શાળાની સામે બમ્પ બનાવવાની માંગણીને લઇને ગ્રામજનો આજે રસ્તા રોકો આંદોલન કર્યુ હતું.તેનાથી તારાપુર ખંભાત માર્ગ પુર ચક્કાજામ કરતા વાહનો ચાલકો અટવાઇ ગયાં હતાં. જેને લઇને તારાપુર પોલીસ અને પુર્વ ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને તેઓએ પાંચ દિવસમાં શાળાની સામે બમ્પ બનાવી આપવાની હૈયા ધારણ આપ્યાં બાદ મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્ચવહાર પુર્વવત થયો હતો.

    તારાપુર ખંભાત માર્ગ ઉપર આવેલ ઉટવાડા ગામ પાસે રોડની અડીને શાળ આવેલી હોય શાળામાં અભ્યાસ કરતાં બાળકો માર્ગ પરથી પસાર થતાં હોય ત્યારે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. જેને લઇને શાળાના મુખ્ય શિક્ષક વિજયકુમાર તેમજ ઉટવાડા ગામના ગ્રામજનો અને સરપંચ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર પાત્ર લખી શાળા પાસે માર્ગ પર બમ્પ બનાવવાની માંગણી કરવામાં આવી હતી.

    નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આર.કે.સીંહ ઇન્ફાબીલ્ટ રોડ પ્રોજેકટ પ્રા.લી. કંપનીને પણ આ રોડ પર બમ્પ મુકવા જણાવ્યું હોવા છતાં રોડ ઉપર બમ્પ મુકવાની કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા આજે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. અને તારાપુર ખંભાત માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યુ હતું. જેને લઇને ગ્રામજનોના ટોળે ટોળા મહીલાઓ સહિત રોડ પર બેસી ગયા હતાં. ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ તેમજ સોજીત્રાના ધારાસભ્ય અંબાલાલ રોહીત દોડી ગયાં હતા. અને આગામી પાંચ દિવસમાં રોડ પર શાળા સામે બમ્પ બનાવી આપવની હૈયાધારણા આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ