આણંદમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદના હસ્તે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: એનઆરઆઈ હબ તરીકે ગણાતા ચરોતર માટે આનંદની વાત એ છે કે, હવે આણંદ શહેરમાં જ પોસ્ટ ઓફિસ ખાતે નવીન પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. તેને કારણે હવે, અમદાવાદ-વડોદરા સુધી ચરોતરવાસીઓને જવું પડતું હતું તેના ધક્કા નહીં ખાવા પડે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા તત્કાલમાં પાસપોર્ટ ઈશ્યુ કરવા માટે વેરીફિકેશન સર્ટીફિકેટની જરૂરત પડતી હતી, તે પણ નાબુદ કરી દેવામાં આવી છે. હવે, તત્કાલમાં કોઈ પણ વેરીફિકેશન વિના જ પાસપોર્ટ ઈશ્યુ કરાશે, એમ અમદાવાદ ખાતેના રીજીયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ) નીલમ રાનીએ જણાવ્યું હતું. 

 

 આણંદ ખાતે છઠ્ઠી પાસપોર્ટ ઓફિસ કેન્દ્રનો પ્રારંભ થયો છે


સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે બપોરે બે કલાકે પાસપોર્ટ સેવા કેન્દ્રને રીબીન કાપીને ખુલ્લી મૂકાઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શહેર તેમજ જિલ્લાના નાગરિકોને સુવિધા ઘરઆંગણે મળી રહે તે હેતુસર કરવામાં આવેલા પ્રયાસને કેન્દ્ર સરકારે આખરી ઓપ આપ્યો છે. આણંદ ખાતે છઠ્ઠી પાસપોર્ટ ઓફિસ કેન્દ્રનો પ્રારંભ થયો છે. આ અગાઉ દાહોદ, પાલનપુર, જામનગર, ભાવનગર અને નડિયાદ હવે, વેરીફિકેશન સર્ટી....ખાતે સેવા શરૂ કરાઈ છે.

 

જ્યારે આગામી સમયમાં ભરૂચ અને વેરાવળ ખાતે સેવા શરૂ કરાશે. નોંધનીય છે કે, કેન્દ્રમાં પાસપોર્ટની કામગીરી સોમવારથી શુક્રવાર સુધી સવારે નવથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી રહેશે. શનિવાર અને રવિવારે રજા રહેશે.વડોદરા-અમદાવાદનો હવે, ધક્કો નહીં રહે મેં સમગ્ર જિલ્લામાંથી પ્રથમ ઓનલાઈન એપોઈમેન્ટ લીધી હતી. અને મારો પ્રથમ જ વારો આવ્યો છે. મને આનંદ છે કે, આણંદમાં પાસપોર્ટ કેન્દ્રનો પ્રારંભ થયો. હવે, પાસપોર્ટ બનાવવા ઈચ્છતા જિલ્લાવાસીઓને વડોદરા-અમદાવાદનો ધક્કો નહીં રહે.  સૌરભ પટેલ, ખંભાત

 

 પ્રતિદિન 28 પાસપોર્ટ ઈશ્યુ થશે

 

અમદાવાદ રીજીયોનલ ઓફિસેથી પ્રતિદિન 28 પાસપોર્ટ ઈશ્યુ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયા કરાય છે. સોમવારે ઓનલાઈન એપોઈમેન્ટ લઇ  કામગીરી હાથ ધરાઈ હતી. -  કાંતિભાઈ પરમાર, હેડ, પાસપોર્ટ સેવા કેન્દ્ર.

અન્ય સમાચારો પણ છે...