Home » Madhya Gujarat » Latest News » Anand » Sadbhavna will sit on the picket under the unity of the Congress today with Amul Dairy

કોંગ્રેસ આજે અમૂલ ડેરી પાસે સદભાવના કોમી એકતા અંતર્ગત ધરણાં પર બેસશે

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 01:06 AM

સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે, આણંદ જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે

  • Sadbhavna will sit on the picket under the unity of the Congress today with Amul Dairy

    આણંદ: કોંગ્રેસે ગુજરાત સંગઠનમાં ફેરફાર કરતાં પહેલાં વિવિધ સમાજ,ધર્મ અને જ્ઞાતિના લોકોને કોંગ્રેસ તરફ વાળવા માટે સમગ્ર દેશમાં ધરણા કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે.તેના ભાગરૂપે તા 9મીને સોમવારના રોજ આણંદ અમૂલ ડેરી પાસે સરદાર પટેલની પ્રતિમા નજીક આણંદ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા ધરણાં કરવામાં આવશે.સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે.

    આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારે જણાવ્યું હતું કે ભાજપના શાસન દરમિયાન કેન્દ્ર અને જુદી જુદી રાજય સરકારો દ્વારા અપનાવવામાં આવેલી નીતિને કારણે અનેક રાજયોમાં સામાજિક સમરસતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે દેશમાં સદભાવના અને કોમી એકતા જળવાઇ રહે તે માટે દરેક જિલ્લા મથકે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેના ભાગરૂપે આણંદ ખાતે અમૂલ ડેરી રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવશે .જેમાં આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ