Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » Prime Minister meets the promise of national status to Karamsad

કરમસદને રાષ્ટ્રીય દરજ્જાનું વચન વડાપ્રધાન પૂરું કરે

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:32 AM

2002માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો ન આપી કોંગ્રેસે અન્યાય કર્યો છે

  • Prime Minister meets the promise of national status to Karamsad

    આણંદ: અખંડ ભારતના શિલ્પી અને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલનું સ્મૃતિ સદાકાળ રહે તે માટે પોરબંદરની જેમ કરમસદને પણ રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવાની માંગે નગરજનોએ કરી હતી. સાથે વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ નગરને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં કોંગ્રેસ અન્યાય કર્યો હોવાના કરેલા નિવેદનને પણ આજે નગરજનોએ યાદ કરી હવે આ અન્યાય દૂર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

    કરમસદના ગ્રામજનોએ કલેકટર દિલીપભાઇ રાણાને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, વર્ષ 2002ની સભામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પોરબંદરને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે અને કરમસદની રાષ્ટ્રીય દરજ્જાની દરખાસ્ત નામંજૂર કરી તેની સાથે અન્યાય કર્યો છે. પાલિકા પ્રમુખ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં માગણીને અવગણવામાં આવી રહી છે.

    આવેદનપત્રમાં વધુમાં એમ પણ જણાવાયું હતું કે, લોખંડી પુરૂષ સરદાર પટેલની યાદો આવનાર પેઢીઓમાં તાઝી રહે તે માટે મહાત્મા ગાંધીના પોરબંદરની જેમ સરદારની કર્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજજો આપવો જોઇએ. આ અંગે કરમસદના હસમુખભાઇ મિસ્ત્રી,સૂર્યકાન્ત પટેલ,મહેન્દ્ર પટેલ સુરેશ પટેલ,હસમુખભાઇ પંડયા, ગીરીશભાઇ શર્માએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending