Home » Madhya Gujarat » Latest News » Anand » CM વોટરપાર્કના ઉદ્દઘાટનમાં આવશે: લોકોએ પોસ્ટરો ફાડ્યા | People Torn Up Posters of CM Came To Water Park Will Be Inaugurated

પાણીના દુકાળ વચ્ચે CM વોટરપાર્કના ઉદ્દઘાટનમાં આવશે: લોકોએ પોસ્ટરો ફાડ્યા

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 12:59 AM

લાખો લીટર પાણી બગાડતા વોટરપાર્કનું ઉદ્દઘાટન કેટલું વ્યાજબી ?

  • CM વોટરપાર્કના ઉદ્દઘાટનમાં આવશે: લોકોએ પોસ્ટરો ફાડ્યા | People Torn Up Posters of CM Came To Water Park Will Be Inaugurated
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આંકલાવ: બોરસદ તાલુકાના વાલવોડ મહીસાગર નદી કિનારે દેશના સૌથી મોટા વોટરપાર્કનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે ત્યારે વોટરપાર્કના સંચાલકો દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટરોને સ્થાનિક લોકોએ ફાડી નાખી રોષ વ્યક્ત કર્યો છે હાલ આ પોસ્ટરો કોણે ફાડ્યા એ જાણી શકાયું નથી.


    એક તરફ ગુજરાતમાં પાણીના પોકારો પડી રહ્યા છે નહેરોમાંથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે અને નહેરો પર સરકાર દ્વારા ખેડૂતો પાણી ના લે તે માટે ઘોડેસવાર પોલીસ ગોઠવવામાં આવી છે તેમજ લાખો રૂપિયાનો ખર્ચ કરી જાહેરાતો અને હોર્ડિગો લગાવી પાણી બચાવો પાણી બચાવોની અપીલ કરવામાં આવી રહી છે તેવા સમયમાં જ્યાં લાખો લીટર પાણીનો વેડફાટ થવાનો છે તેવા દેશના સૌથી મોટા વોટરપાર્કનું ગુજરાતના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. જેને લઇ સ્થાનિક ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

    આગળની સ્લાઇડ્સમાં વધુ માહિતી....

  • CM વોટરપાર્કના ઉદ્દઘાટનમાં આવશે: લોકોએ પોસ્ટરો ફાડ્યા | People Torn Up Posters of CM Came To Water Park Will Be Inaugurated

    રાજ્યભરમાં પાણીના પોકાર છે ત્યારે આવા સમયમાં લાખો લીટર પાણીનો વેડફાટ કેટલા અંશે વ્યાજબી છે. વોટરપાર્કના સંચાલકો દ્વારા જિલ્લાભરમાં વોટરપાર્કની જાહેરાતના મોટામોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બે ફિલ્મ અભિનેત્રીઓના ફોટો લગાવવામાં આવ્યા છે. આવા પોસ્ટરો કિંખલોડ ચોકડી પાસે પણ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી કોઈ શખ્સોએ ફોટો કાપી નાખ્યો છે. આ ફોટો કોણે ફાડી નાખ્યો છે તે જાણી શકાયું નથી પણ ચર્ચાઓ મુજબ પાણીની પોકારો વચ્ચે મુખ્યમંત્રી વોટરપાર્કનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે જેને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

     

    લોકોની સમસ્યાઓ ભૂલી  તંત્ર તૈયારીઓમાં લાગી ગયું

     

    બોરસદના કાંઠાગાળાના ગામોમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની બૂમો ઉઠવા પામી છે મહિલાઓ આકરા તાપમાં બેડલાં લઇ પાણી માટે રખડવું પડી રહ્યું છે. તેવામા વોટરપાર્કનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી આવી રહ્યા હોઈ તંત્ર લોકોની સમસ્યાઓ,મુશ્કેલીઓને કોરાણે મૂકી મુખ્યમંત્રીની આગતાસ્વાગતામાં લાગી ગયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ