Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » ચાલુ વર્ષે ઉનાળુ ડાંગર શાકભાજીના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો | Paddy cultivation of vegetables in summer this year, a decline of 20 Parcent

ચાલુ વર્ષે ઉનાળુ ડાંગર શાકભાજીના વાવેતરમાં 20%નો ઘટાડો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 12:28 AM

સરકારનો કેનાલોમાં પાણી ન છોડવાનો નિર્ણય છતાં 1600 હેકટરમાં વાવેતર વધ્યું

  • ચાલુ વર્ષે ઉનાળુ ડાંગર શાકભાજીના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો | Paddy cultivation of vegetables in summer this year, a decline of 20 Parcent
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બાજરી સહિતના પાકોમાં વાવેતર વધતાં પાણી,વીજળી ખેંચ વર્તાશે, કુવાના તળ નીંચા જશે

    આણંદ: આણંદ જિલ્લામાં 60 ટકા વિસ્તાર કેનાલ આધારિત પીયત વ્યવસ્થા ઉપલબ્ધ છે.જેના કારણે ખેડૂતો દરવર્ષે ત્રણ સીઝનમાં પાકનું વાવેતર કરીને જીવન ગુજરાન ચલાવતા હતા.પરંતુ છેલ્લા બે વર્ષથી વરસાદનું પ્રમાણ ઘટતા અને નહેરોમાંથી છોડાતું પાણી બંધ કરી દેવાતા ઉનાળુ ડાંગર તથા શાકભાજીના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની અસર ખેડૂતોના જીવનપર વર્તાશે.જો કે ગતવર્ષ કરતાં બાજરી સહિત પાકો વધારો થતાં 1600 હેકટર વાવેતર વધતા વીજળીની માંગ પણ વધશે.તેમજ કુવા તળ નીંચા જતાં પાણીની ખેંચ વર્તાશે.

    બાજરી સહિતના પાકોમાં વાવેતર વધતાં પાણી,વીજળી ખેંચ વર્તાશે, કુવાના તળ નીંચા જશે

    આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 26600 હેકટરમાં વાવેતર થયું છે. જયારે દરવર્ષે ઉનાળામાં 25 હજાર હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર થતું હતું ચાલુવર્ષે સરકારે ખેડૂતોને ઉનાળુ વાવેતર કરવાની ના પાડી હોવા છતાં 1600 હેકટરમાં વાવેતર વધતાં કુવામાંથી પાણીની લેવા માટે વીજળી માંગ વધશે,જેથી વીજળી ખેંચ વર્તાશે,તેમજ કુવા તળ નીંચા જશે તેના કારણે ચોમાસુ લંબાય તો પાણી ખેંચ વર્તાશે આણંદ જિલ્લામાં દરવર્ષે ઉનાળામાં ડાંગર,બાજરી ,શાકભાજી સહિત અન્ય પાકો મળીને 25હજારથી વધુ હેકટરમાં વાવેતર થતું હતું.

    તેમાં પણ જે ગામોમાંથી કેનાલ પસાર થતી હોય તેવા ગામોમાં ડાંગર,બાજરીનું વાવેતર મોટાપ્રમાણ થતું હતું. ચાલુ વર્ષે ડાંગર અને શાકભાજીના પાકોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમજ હાલમાં રાજયના ડેમોમાં ઉપલબ્ધ જથ્થા માત્ર પીવાના પાણી માટે રાખેલ છે. તેની અસર ખેડૂતો પર પડશે .જો કે બીજી બાજુ ખેડૂતોએ બાજરી અને અન્યપાકોની વાવણી વધુ કરતાં ગતવર્ષ કરતાં વાવેતર વધ્યું છે.તેના કારણે પાણીના માંગ વધતા વીજળી વધુ વપરાશે તેથી વીજળીની ખેંચ વર્તાશે.

    કેનાલમાં ઉનાળુ સીઝનમાં પાણી આપવા માંગ

    ઉમરેઠ તાલુકાના મોટાભાગગામોમાં કેનાલના પાણી આધારીત ખેતી થાય છે.ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો માત્ર એક સીઝન લઇ શકયા છે. આગામી ચોમાસુ નબળુ જાય તો ચોમાસુ સીઝન પણ ખતરામાં મુકાય ત્યારે ડેમોહાલ જેટલો જથ્થો છે તેના આધારે યોગ્ય આયોજન કરીને ઉનાળુ સીઝન માટે બે વખત પાણી આપવામાં તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. - રણછોડભાઇ પરમાર , લીંગડા

  • ચાલુ વર્ષે ઉનાળુ ડાંગર શાકભાજીના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો | Paddy cultivation of vegetables in summer this year, a decline of 20 Parcent
    ડાંગરની ખેતી નિભાત ખેડૂતો આર્થિક મુશ્કેલી

    આણંદ જિલ્લામાં ખાસ કરીને આણંદ,ઉમરેઠ ,તારાપુર,ખંભાત તાલુકાના ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ સિઝનમાં બે વખત ડાંગર અને બાજરીની ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે.પરંતુ આ વખતે પાણીની તંગીના કારણે કેનાલમાંથી ઉનાળુ સીઝન માટે પાણી નહી છોડવોના નિર્ણય લેવાયો છે.તેના કારણે ખેડૂતો વાવેતર કરવાનું ટાડયું છે.તેેથી આર્થિક મુશ્કેલીમાં મુકાશે,આ વખતે માત્ર બોરકુવોના પિયતની વ્યવસ્થા છે.તેવા વિસ્તારમાં ઉનાળુ સીઝનનું વાવેતર થયું છે.- ગોકળભાઇ પરમાર , તારાપુર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending