નાપા પાસેના પેટ્રોલ પંપ પર ડીઝલમાં કેરોસીન ભેળવાતું હોવાના મુદ્દે હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ: બોરસદ તાલુકાના નાપા-ધોબીકુઇ પાસે આવેલ પેટ્રોલ પંપ પર ભેળસેળ વાળુ ડીઝલ વેચાતુ હોવાની બુમ ઉઠવા પામી હતી.જેના પગલે  લોકોએ ભારે હોબાળો મચી ગયો હતો.જેને લઇને બોરસદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને  મામલો થાળે પાળ્યો હતો.તેમજ પુરવઠા વિભાગને જાણ કરતાં બોરસદ મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડીઆવીને ડીઝળના નમુનાલઇને  તપાસ માટે મોકલી આપ્યા છે. 

 

બોરસદ તાલુકાના નાપા - ધોબીકુઈ પાસે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમના સાંઈવિભૂતિ પેટ્રોલ પંપ પર રવિવારે નાપાવાંટા ખાતે રહેતા આસિફભાઈ રાયસીંગભાઈ રાણાએ પોતાની ગેરેજ પર કામ કરતા યુવાનને ડિઝલ લેવા માટે પાંચ લીટરના કેરબા સાથે મોકલ્યો હતો જે ડીઝલ લઇ આવતા આસિફભાઈએ ડીઝલ તગારીમાં કાઢતા ડીઝલનું કલર અલગ હતું અને તેમાંથી કેરોસીનની વાસ આવી રહી હતી જેને લ ઇ આસિફભાઈ બીજો પાંચ લીટરનો ડબ્બો લઇ પેટ્રોલપંપ પર ગયા હતા જ્યાં તેઓએ ફરીવાર પાંચ લીટર ડીઝલ ખરીદ્યુ હતું સ્થળ પર જ તેને તપાસતા તેમાંથી કેરોસીનની વાસ આવતી હતી જેને લઇ તેઓએ પેટ્રોલપંપ સંચાલકને જણાવ્યું હતું.

 

પરંતુ પેટ્રોલપંપ સંચાલક માન્યો ન હતો અને થોડીવારમાં અન્ય કેટલાક લોકો પણ પેટ્રોલપંપ પર આવી પહોંચતા ભારે હોબાળો થયો હતો જેને લઇ બોરસદ રૃરલ પોલીસ સ્ટેશનની પોલીસ દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડ્યો હતો અને જિલ્લા પુરવઠા વિભાગમાં જાણ કરતા તેઓએ બોરસદ મામલતદારને જાણ કરી હતી. જેને લઇ મામલતદાર કે.કે.સોલંકી,નાયબ મામલતદારો અને સ્ટાફ સાથે પેટ્રોલપંપ ખાતે દોડી ગયા હતા અને અરજદારની લેખિત ફરિયાદ લઇ પેટ્રોલપંપની પેટ્રોલ ડીઝલની ટાંકીઓ ચેક કરી હતી તેમજ પેટ્રોલના મશીનો સહીત ચેકીંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલ -ડીઝલના નમૂના લઇ તપાસ અર્થે મોકલાયા હતા.

 

તાલુકાના મોટાભાગના પેટ્રોલ પંપો પર તપાસ કરાતી નથી   

 

 બોરસદ તાલુકામાં આવેલ પેટ્રોલપંપો પર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવતી નથી અનેક પેટ્રોલપંપો પર પેટ્રોલમાં કેરોસીન મિક્ષ થવા અંગે,પેટ્રોલ પંપો પર પેટ્રોલ ઓછું આવવા બાબતે ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ સમય જતાએ ફરિયાદો ભૂલી જવામાં આવતી હોય છે તેમજ ગ્રાહકો પણ એકવાર રજુઆત કર્યા બાદ છૂટી જતા હોય છે જેને લઇ પેટ્રોલપંપોના સંચાલકોને મોકળું મેદાન મળી જતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...