આફ્રિકામાં મૃત્યુ પામેલા નીલકંઠ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ: ઉમરેઠના ભાટપૂરા ગામના નીલકંઠ પટેલનુ પંદરમી જાન્યુઆરીના રોજ આફ્રીકાના દારેસલામ ખાતે અકસ્માતમા મૃત્યુ થયુ હતું. આજ રોજ તેની સ્મશાનયાત્રા ઉમરેઠના તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં સગા સંબંધીઓ મિત્રવર્તુળ તથા સત્સંગીઓ જોડાયા હતા.  

 


આફ્રીકાના દારેસલામમા જીલીસન ફાર્મા કંપનીમા માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા નીલકંઠ ઘનશ્યામભાઈ પટેલ પત્ની સોનલબેન તથા આઠ માસના પુત્ર સમર્થ સાથે  રહેતા હતાં. જેઓ પંદરમી જાન્યુઆરીના રોજ પોતાની જોબ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે ટક્કર મારતા ઘટના સ્થળ ઉપર જ તેમનુ મૃત્યુ થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...