Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » વડોદમાં કપીરાજે બે મહિલાને બચકાં ભરતાં 11 ટાંકા અાવ્યા, પાંજરે પૂરાયો | Monkey bite Two women fill 11 stitches aavya, cages reached

વડોદમાં કપીરાજે બે મહિલાને બચકાં ભરતાં 11 ટાંકા અાવ્યા, પાંજરે પૂરાયો

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 12:30 AM

ત્રણ જણાં સારવાર હેઠળ : ફોરેસ્ટ વિભાગ દોડ્યું

  • વડોદમાં કપીરાજે બે મહિલાને બચકાં ભરતાં 11 ટાંકા અાવ્યા, પાંજરે પૂરાયો | Monkey bite Two women fill 11 stitches aavya, cages reached

    આણંદ : આણંદ તાલુકાના વડોદ ગામની પ્રભુપુરા સીમમાં છેલ્લા બે દિવસથી એક કપીરાજે આંતક મચાવ્યા હતો.અને રસ્તેથી પસાર થતાં લોકો પર હુમલો કરતો હતો.તેમજ ઘરની બહાર મુકેલ ચીજવસ્તુઓને નુકશાન પહોંચાડીને ભાગ જતો હતો.તેના કારણે મહિલાઓ અને બાળકો ઘરની બહાર નીકળતા પણ ફફડતા હતા. શનિવાર સવારે ખેતરમાં જઇ રહેલા ગીતાબેન હિંમતભાઇ પરમાર(ઉ.વ.21) પર હુમલો કરીને પગના ભાગે બચકાં ભરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.તેમજ વાળામાં કામ કરી રહેલા શીવુબેન વિનુભાઇ મકવાણા (ઉ.વ.18) પર હુમલો કરીને પીઠના તથા પગના ભાગે લહુરીયા તથા બચકાં ભરીને ગંભીર ઇજાઓ પહોચાડી હતી.

    તેઓને દવાખાનના દાખલ કરવામાં આવ્યા હતા.તેઓને પગના ભાગે 11 ટાંકા લેવા પડયા હતા. જેના કારણે ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ગામના આગેવાનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી હતી.સીમ વિસ્તારમાં પાંજરુ ગોઠવ્યું હતું તેમા કેળા સહિત ફળો મુકવામાં આવતાં બે કલાકની ભારે જહેમતબાદ વાંદરો પાંજરે પુરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending