Home » Madhya Gujarat » Latest News » Anand » માતાએ તેના પ્રેમી સાથે મળીને 15 વર્ષની પુત્રીની કરી હત્યા | Lover With Mother Killed His 15 Year Old Daughter In Umreth

માતા હવસમાં ભુલી ભાન, પ્રેમી સાથે મળી કરી 15 વર્ષીય દીકરીની હત્યા

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 11:18 PM

માતાના આડા સબંધ વિશે મારી ભાણી બીનાબેન પરમારે મને બે દિવસ પર ફોન કરીને જણાવ્યું હતું

  • માતાએ તેના પ્રેમી સાથે મળીને 15 વર્ષની પુત્રીની કરી હત્યા | Lover With Mother Killed His 15 Year Old Daughter In Umreth
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતીકાત્મક તસવીર

    ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામ સ્થિત કઢંગી હાલતમાં માતાને અને તેના પ્રેમીને જોઈ જતાં બંને જણાએ 15 વર્ષીય પુત્રીને બેરહેમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ મૃતક કિશોરીના મામાએ કરતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    છેલ્લાં કેટલાંય સમયથી ચાલતા આડા સંબંધ


    આ અંગે વાત કરતા મૃતક કિશોરીના મામા અલ્પેશભાઈ ચાવડા (રહે. ઠાસરા) એ જણાવ્યું હતું કે, મારી ભાણી બીનાબેન વિક્રમભાઈ સોઢા પરમારે મને બે દિવસ પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેની માતા અને તેમના સંબંધી અરવિંદભાઈ પરમારને તે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી. બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી આડો સંબંધ હતો. જોકે, બે દિવસ બાદ તેમને જાણવા મળ્યું હતું કે, તેમની ભાણીનું મોત નીપજ્યું હતું.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, માતા અને તેના પ્રેમીએ બે દિવસ પહેલાં તેને બેરહેમીપૂર્વક માર માર્યો....

  • માતાએ તેના પ્રેમી સાથે મળીને 15 વર્ષની પુત્રીની કરી હત્યા | Lover With Mother Killed His 15 Year Old Daughter In Umreth
    પ્રતીકાત્મક તસવીર

    માતા અને તેના પ્રેમીએ બે દિવસ પહેલાં તેને બેરહેમીપૂર્વક માર માર્યો

     

    આ અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, બીનાની માતા કોકિલા અને તેના પ્રેમી અરવિંદે બે દિવસ પહેલાં તેને ધોકાથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. એ પછી તેઓએ તેને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં તેનું બુધવારે મોત નીપજ્યું હતું. હાલમાં મૃતક કિશોરીના મામા દ્વારા કરાયેલો આક્ષેપ કેટલી હદે સાચો છે તે આવનારો સમય કહેશે. પરંતુ બીજી તરફ આ મામલે ભાલેજ પોલીસ દ્વારા સઘન તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે તે માટે ફેક્સ કરીને આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ